• ટામેટાના સ્ક્રબથી ચમકી જશે ચહેરો
  • ચહેરાની ડલનેસને દૂર કરશે ટામેટાનો ફેસપેક
  • એક્નેવાળી સ્કીન પર ટામેટાના પલ્પને મુલ્તાની માટી સાથે લગાવો

દેશભરમાં 1 નવેમ્બરે કરવા ચોથનો તહેવાર ઉજવાશે. આ દિવસે મહિલાઓ સુંદર દેખાવવા માટે અને સ્કીન પર નેચરલ ગ્લો લાવવા માટે પાર્લરમાં જઈને અનેક રૂપિયાનો ખર્ચ કરી દે છે. પરંતુ જો તમે આવું કરવા ઈચ્છતા નથી અને તમારી પાસે પાર્લર જવાનો સમય નથી તો તમે આ 1 ઘરેલૂ ઉપાયની મદદ લઈ શકો છો. તેનાથી તમારી ડલ અને ટેન થયેલી સ્કીન નિખરશે અને સાથે તમારા ચહેરા પર ગ્લો પણ આવશે. તો જાણો સસ્તો અને સરળ ઉપાય.

આ રીતે બનાવો ટામેટાનો સ્ક્રબ

ટામેટાના પલ્પ કે રસને સીધું સ્કીન પર ન લગાવો. આમ કરવાથી રેશિઝનો ખતરો વધી શકે છે. ટામેટાનો સ્ક્બ બનાવવા માટે તમે ખાંડની મદદ લઈ શકો છો. આ માટે તમે એક ટામેટાનો પલ્પ લો અને અડધી ચમચી ખાંડ લો. હવે બંનેને સારી રીતે મિક્સ કરો અને હળવા હાથે ચહેરા પર મસાજ કરો. આ પછી થોડા સમય બાદ સાદા પાણીથી ચહેરાને ધોઈ લો . આ નેચરલ ફેસ સ્ક્રબ ચહેરાની ટેનિંગ હટાવશે. આ પેકના ઉપયોગથી પિગ્મેન્ટેશન પણ ઘટશે.

ચહેરાની ડલનેસ હટાવશે ટામેટાનો પેક

અડધી ચમચી ટામેટાનો પલ્પ લો અને તેમાં એક ચમચી મધ મિક્સ કરો. આ પેકને ચહેરા પર લગાવીને છોડી દો. 20 મિનિટ બાદ ચહેરાને સાફ કરીને ઠંડા પાણીથી ધોઈ લો. આ પેકથી ચહેરા પર ચમક આવશે.

એક્નેવાળી સ્કીન પર લગાવી શકાય છે ટામેટા

ચહેરા પર દાણા અને ધબ્બા હોય તો તમે મુલ્તાની માટીની સાથે ટામેટાનો પલ્પ મિક્સ કરો. આ ચહેરાના એક્નેને ઓછા કરીને સામાન્ય ધબ્બાને પણ હટાવવામાં મદદ કરશે.  

  • Follow us on: