• કાતરને ગરમ પાણીમાં ભીની કરીને સૂકામેવા કાપો
  • ઘીને તાવતી વખતે તેમાં નાગરવેલનું એક પાન ઉમેરો, સુગંધી વધશે
  • દૂધ જમાવતી વખતે મેળવણ નાખીને પાણી નાખીને દૂધ ફીણી લો, ઘટ્ટ દહીં બનશે


ઘરમાં અનેક એવી વસ્તુઓ હોય છે જેના એક નહીં પણ અનેક ઉપયોગ હોય છે. જો તમે પણ એક વસ્તુના અનેક ઉપયોગ કરવા ઈચ્છો છો તો તમારે થોડું ધ્યાન રાખવાની જરૂર છે. જો તમે નાની વાતનું ધ્યાન રાખશો તો તમે અનેક મોટી સમસ્યાઓને હલ કરી શકશો. જાણો ઘરની રસોઈમાં રહેલી એલચી, બોરીક પાવડર, ઘીના વિવિધ ઉપયોગો. આ નાની વાતો જાણી લેવાથી તમારું કામ સરળ બનશે. તો જાણો અને કરો કામ.


  • એલચી ઠંડક કરનારી હોવાથી તેને નિયમિત ખોરાકમાં ઉપયોગ કરવાથી હરસના રોગમાં ઘણો ફાયદો થાય છે. તે માઉથફ્રેશનર પણ છે.


  • હેરકલર કરતી વખતે અગાઉથી ગરદન ઉપર તથા કપાળ ઉપર વેસેલીન લગાવીને પછી જ હેરકલર કરવાથી શરીર ઉપર હેરડાઈના ડાઘ પડતા નથી.
  • કાતરને ગરમ પાણીમાં ભીની કરીને પછી તેના વડે સૂકામેવાને કાપવાથી પ્રમાણસરના ટુકડા થઈ શકે છે.
  • ઘીને તાવતી વખતે તેમાં નાગરવેલનું એક પાન નાખીને 5થી 7 મિનિટ પછી તે પાન કાઢી લેવું. આવી રીતે બનાવેલું ઘી સુગંધીદાર તો બને જ છે, પરંતુ તે લાંબા સમય સુધી સચવાઈ રહે છે.


  • ઉધરસ મટાડવા માટે દાડમની છાલને સૂક્વીને તેનું ચૂર્ણ બનાવી એક બોટલમાં ભરી લેવું. ત્યારબાદ નિયમિત રીતે 1 ચમચી ચૂર્ણમાં સહેજ મધ ભેળવીને ચાટતા રહેવું.
  • બોરીક પાઉડરમાં થોડી ખાંડ તથા પાણી ભેળવી નાની-નાની ગોળીઓ બનાવી આ ગોળીઓને જ્યાં વંદાનો બહુ જ ઉપદ્રવ હોય ત્યાં મૂકવાથી વંદા ભાગી જાય છે.
  • દૂધ જમાવતી વખતે મેળવણ નાખીને પાણી નાખીને દૂધને ફીણવું. તેનાથી દહીં ઘટ્ટ બનશે.

  • Follow us on: