• નવજાત બાળકોને કપડા પહેરાવતા રાખો ધ્યાન
  • બાળકના સ્વાસ્થ્યમાં કપડા પણ ભજવે છે મોટો રોલ
  • ઢીલા અને નરમ કાપડના કપડા પહેરાવા અનિવાર્ય

નવજાત શિશુના જન્મથી ઘરમાં ખુશીનો માહોલ જોવા મળે છે. આ સાથે જવાબદારીઓ પણ વધે છે અને સૌથી મહત્વની બાબત એ છે કે બાળકના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ખાસ કરીને ભારતમાં બાળકનો જન્મ થાય ત્યારે વડીલો બાળકના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ સાવધ બની જાય છે અને ઘણી સલાહો આપે છે. ભારતમાં, એક સામાન્ય સલાહ છે કે બાળકને જન્મ પછી થોડા દિવસો સુધી જૂના કપડાં પહેરવા જોઈએ, પરંતુ ક્યારેય તમને સવાલ થયો કે આવુ કેમ ?

ભારતમાં મોટા ભાગના ઘરોમાં નવજાત શિશુને જન્મ પછી જૂના કપડા પહેરાવાનો આગ્રહ રાખવામાં આવે છે. ખાસ કરીને તેના મોટા ભાઇ કે બહેન અથવા કોઇ ખાસ વ્યક્તિના. આપણે જોયુ હસે કે નાના બાળકોના કપડા રાખી મુકવામાં આવે છે એમ વિચારીને કે પાછળ કોઇ બીજાને કામ આવશે. પણ આવુ કરવા પાછળ બાળકને જૂના કપડા પહેરાવવાથી સ્વાસ્થ્યને લઇને લાભ થાય છે.

જૂના કપડાં આરામદાયક છે
જૂનુ કપડુ હોય તો તે કપડું વારંવાર ધોવાથી હલકું અને નરમ બની ગયુ હોય છે. જેથી નવજાત શિશુની નાજૂક ત્વચાને માફક આવે છે. તેથી જૂના કપડાં પહેરવાથી તેને આરામદાયક લાગે છે, જ્યારે નવા કપડાંથી ત્વચા પર ચકામા અને ખંજવાળ આવી શકે છે.

વાયરલ રોગો થવાનો ભય નથી
વડીલોથી લઈને બાળકો સુધી નવા કપડા ધોયા વગર પહેરવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે તેનાથી કેટલું નુકસાન થઈ શકે છે. નવા કપડા પર ઘણા પ્રકારના વાયરસની હાજરી હોઈ શકે છે, જેના કારણે બાળક બીમાર થઈ શકે છે, કારણ કે નવજાત બાળકની રોગપ્રતિકારક શક્તિ એટલી મજબૂત નથી. આ સિવાય કપડા પર રહેલા કીટાણુઓને કારણે પણ સ્કિન ઈન્ફેક્શન થઈ શકે છે, તેથી બાળકના જન્મ પહેલા કેટલાક જૂના કપડાને સારી રીતે ધોઈને સૂકવવામાં આવે છે.

કેવુ કાપડ વાપરવુ ?
જો તમે નવજાત બાળક માટે કપડાં પસંદ કરી રહ્યા છો, તો તમારે તેના ફેબ્રિક પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. મલમલ અને કોટન જેવા સોફ્ટ ફેબ્રિક્સ પસંદ કરો. આ સિવાય બાળકે ચુસ્ત ફિટિંગવાળા કપડાં પહેરવાની ભૂલ ન કરવી જોઈએ. બાળક માટે હળવા, ઢીલા અને યોગ્ય કદના કપડાં (ખૂબ મોટા કે બહુ નાના નહીં) પહેરવા વધુ સારા છે જેથી તેને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે.

સ્વચ્છતાનું ધ્યાન રાખો
નવજાત બાળકને કપડાં પહેરાવવાથી લઈને તેને ખોળામાં લઈ જવા સુધી સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. બાળકના કપડાને ડિટર્જન્ટમાં ધોયા પછી તેને પણ સેનિટાઈઝ કરવા જોઈએ, આ માટે બજારમાં ઘણી પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. આ સિવાય બાળકને એવા લોકોથી દૂર રાખવું જોઈએ જેમને શરદી, તાવ અને ઉધરસના લક્ષણો દેખાઈ રહ્યા છે. નવજાત શિશુને ખાસ કરીને અન્ય નાના બાળકોથી દૂર રાખવું જોઈએ. હકીકતમાં, બાળકો રમતી વખતે પણ ઘણા જંતુઓના સંપર્કમાં આવે છે.

  • Follow us on: