• અનહેલ્ધી લાઇફસ્ટાઇલ, ડાયટ કેમિકલયુક્ત પ્રોડક્ટનો ઉપયોગ, સ્ટ્રેસ વાળ ખરવાના મુખ્ય કારણ
  • નાળિયેર તેલમાં ફેટી એસિડ્સ હોય છે જે વાળને ખરતા અટકાવે છે
  • સ્કાલ્પમાં મસાજ કરવાથી બ્લડ સર્ક્યુલેશન અને વાળનો ગ્રોથ વધે છે

વાળ ખરવા એક નેચરલ પ્રોસેસ છે. દરેક વ્યક્તિને કોઈને કોઈ સમયે વાળ ખરવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. સામાન્ય રીતે કોમ્બ કરતી વખતે અથવા વાળ ધોતી વખતે વાળ ખરવા સામાન્ય વાત છે. જોકે, જ્યારે વાળ વધુ પ્રમાણમાં ખરવા લાગે અથવા પછી ટાલિયાપણું દેખાવા લાગે તો ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. પ્રદૂષણ, ધૂળ, અનહેલ્ધી ડાયટ, અનહેલ્ધી લાઇફસ્ટાઇલ, કેમિકલયુક્ત પ્રોડક્ટનો વધુ પડતો ઉપયોગ, સ્ટ્રેસ વગેરે વાળ ખરવાના મુખ્ય કારણ હોય શકે છે. જોકે, કેટલાક લોકોને આ સમસ્યાનો વધુ પડતો સામનો કરવો પડે છે અને ધીમે-ધીમે તેમની આ સમસ્યા ટાલિયાપણામાં ફેરવાઇ જાય છે. ટાલિયાપણાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે જરૂરી છે કે તમે કેટલીક એવી વસ્તુઓનો ઉપયોગ કરો જે તમારા વાળને ખરતા અટકાવે અને વાળનો ગ્રોથ પણ વધારે. આજે અમે તમને આવા જ કેટલાક ઘરેલૂ ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ખરતા વાળને અટકાવી શકે છે.

મસાજ

સ્કાલ્પમાં મસાજ કરવાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે, જેનાથી વાળનો ગ્રોથ વધે છે. આવી સ્થિતિમાં જરૂરી છે કે તમે સારા હેર ઓઈલની મદદથી હળવા હાથે વાળમાં મસાજ કરો.

નારિયેળ તેલ

નાળિયેરનું તેલ સ્કાલ્પમાં માઇક્રોબાયોટામાં સુધાર લાવે છે, જેનાથી વાળના ફોલિકલ્સ અને સ્કાલ્પને મજબૂતી મળે છે. નાળિયેર તેલમાં મહત્ત્વપૂર્ણ ફેટી એસિડ્સ હોય છે જે વાળને ખરતા અટકાવે છે. અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર, માથામાં નાળિયેર તેલની માલિશ કરો અને નહાવાના થોડા કલાકો પહેલા અથવા આખી રાત રહેવા દો.

આમળા

આમળામાં આવશ્યક ફેટી એસિડ હોય છે જે વાળના ફોલિકલ્સને મજબૂત બનાવવાનું કામ કરે છે અને તેમાં રહેલું વિટામિન સી વાળને અકાળે સફેદ થતા અટકાવે છે.

એરંડાનું તેલ

એરંડાનું તેલ વાળ માટે કોઈ ચમત્કારથી ઓછું નથી. તેમાં પ્રોટીન, વિટામિન ઈ અને અનેક પ્રકારના મિનરલ્સ હોય છે. એરંડાનું તેલ વિશ્વનું સૌથી જાડું તેલ છે, તેથી તેને વાળમાં સીધું લગાવી શકાતું નથી. એરંડાનું તેલ હંમેશા ઓલિવ ઓઇલ અથવા નારિયેળ તેલ સાથે મિક્સ કરીને લગાવવું જોઈએ.

ડુંગળીનો રસ

ડુંગળીનો રસ સ્કાલ્પમાં બ્લડ સર્ક્યુલેશન વધારે છે, જેનાથી વાળનો ગ્રોથ થાય છે. ડુંગળીનો રસ એલોપેસીયા એરિટા નામના રોગમાં પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ રોગને કારણે શરીરના જુદા-જુદા ભાગોમાંથી વાળ ખરવા લાગે છે. શેમ્પૂ કરવાની 15 મિનિટ પહેલા ડુંગળીનો રસ વાળમાં લગાવવો જોઈએ.

લીંબુ

લીંબુ વાળ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે અને તેનાથી વાળ પણ ઝડપથી વધે છે. લીંબુને સીધા વાળમાં લગાવવામાં આવતું નથી, એવામાં તમે તેને થોડું તેલ મિક્સ કરીને તમારા વાળમાં લગાવી શકો છો.

ઈંડાનો માસ્ક

ઈંડાનો માસ્ક તમારા વાળ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ઈંડામાં 70 ટકા કેરાટીન પ્રોટીન હોય છે, જે ડેમેજ અને ડ્રાય હેલને સોફ્ટ બનાવવાનું કામ કરે છે. 2 ઈંડામાં 2 ચમચી દહીં મિક્સ કરો અને વાળ ધોવાના 30 મિનિટ પહેલાં માસ્કને વાળમાં લગાવો.

  • Follow us on: