• મિલ્ક એક સારું એક્સફોલિએટર છે
  • સનબર્ન થાય તો કાચા દૂધથી સ્કીનને રાહત મળે છે
  • દૂધમાં મુલ્તાની માટી મિક્સ કરીને પેસ્ટ બનાવો, ડાઘ થશે દૂર
બાળપણથી લઈને મોટા થઈએ ત્યાં સુધી દૂધના અનેક ફાયદા ગણાવીને તેને પીવાની સલાહ આપવામાં આવે છે. પણ શું તમે આ આદતને હેલ્થની સાથે સુંદરતા વધારવા માટે ઉપયોગમાં લેવાનું ક્યારેય વિચાર્યું છે. એટલું નહીં પણ તમે ક્યારેય કાચા દૂધને ક્લીન્ઝરના રૂપમાં ટ્રાય કર્યું છે. નહીં ને, તો તમારે જાણી લેવું કે દૂધ અનેક ગુણોની ખાણ છે અને તેનાથી વધતી ઉંમરના નિશાન ઓછા થાય છે. સાથે સ્કીનને ગ્લો મળશે અને મેકઅપની જરૂર રહેશે નહીં. તો જાણો કઈ રીતે દૂધને સ્કીન કેર રૂટિનમાં સામેલ કરી શકાશે.

ચહેરા પર કરચલીઓ થાય ત્યારે
સ્કીન એજિંગ એક નેચરલ પ્રોસેસ છે. કેટલાક લોકો પર તે જલ્દી અસર દેખાડે છે. સ્કીન એજિંગના સાયન્સને ધીરે ધીરે દૂર કરવામાં દૂધ મદદ કરે છે. તમારે એક વાટકીમાં દૂધ લેવાનું છે અને તેમાં પલાળેલા રૂને ચહેરા પર 20 મિનિટ રાખવાનું છે. આ પછી હળવા હાથે સ્કીનને ઉપરની તરફ લઈ જાઓ અને મસાજ કરો. થોડા દિવસમાં તમને અંતર દેખાવવા લાગશે.

એક્સફોલિએટર
મિલ્ક એક સારું એક્સફોલિએટર છે. માન્યું કે તેની સ્મૂધનેસ જોઈને આ ગુણ પર વિશ્વાસ થશે નહીં પરંતુ કાચા દૂધને તમે લોટ કે બેસનમાં મિક્સ કરીને સ્કીન પર ધીરે ધીરે ઘસો. તેનાથી સારું એક્સફોલિએટર થઈ શકશે નહીં. આ મિક્સ ચહેરાને ડેડ સ્કીન સેલ્સને આરામથી હટાવી દેશે અને ચહેરાનો ગ્લો વધશે.

સનબર્ન
સનબર્ન થાય તો કાચા દૂધથી સ્કીનને રાહત મળે છે. દૂધમાં લેક્ટિક એસિડ હોય છે જે સનબર્નના નિશાનને દૂર કરે છે. જો તમે રોજ તડકામાં ફરો છો તો તમે સૂતા પહેલા દૂધમાં રૂને પલાળી લો અને ચહેરા પર લગાવો. થોડીવાર બાદ ફેસવોશ કરો.

ડ્રાય સ્કીનને કહો બાયબાય
જો તમારી સ્કીન ડ્રાય છે તો ફાટેલા દૂધનું પાણી તમારી સ્કીનને ફાયદો આપશે. તેનાથી તમે નાઈટ સીરમ પણ બનાવી શકો છો. ફાટેલા દૂધમાં લીંબુના ટીપાં, ગ્લિસરીન અને મીઠું મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેને ફેસ પર એપ્લાય કરો અને સૂતા પહેલા તેને ધોઈ લો. ડ્રાય સ્કીન ધીરે ધીરે હાઈડ્રેટ થશે અને સોફ્ટ અને ગ્લોઈંગ બનશે.

મોઈશ્ચરાઈઝિંગ ઈફેક્ટ
દૂધથી અલગ અલગ કોમ્બિનેશનમાં ફેસપેક બનાવીને તમે સ્કીનને મોઈશ્ચરાઈઝ કરી શકો છો.
દૂધમાં મુલ્તાની માટી મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેનાથી ડાઘધબ્બા ઘટશે અને ઓઈલ કંટ્રોલમાં રહેશે. આ સાથે તે સ્કીનને ટાઈટ કરશે અને ફેસને મોઈશ્ચર આપશે.
મુલ્તાની માટી યોગ્ય ન રહે તો તમે ચંદન પાવડરની સાથે ફેસ પેક તૈયાર કરી શકો છો. ચંદન પાવડર સિવાય ઓટમીલને દૂધમાં મિક્સ કરીને ફેસપેક બનાવી શકાય છે. આ તમામ ફેસપેક સ્કીનના ગ્લોને વધારવા અને તેને ફ્લોલેસ બનાવવામાં મદદ કરશે. 
  • Follow us on: