• દહીં કરે છે કમાલ
  • સ્કીનની કેરમાં આપે છે લાભ
  • જાણો દહીના ખાસ બ્યૂટી બેનિફિટ્સને વિશે

દહીંમાં કેલ્શિયમ, ઝિંક અને લેક્ટિક એસિડ હોય છે. તેને ફક્ત ખાવામાં જ નહીં પણ સુંદરતા વધારવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. તે હેલ્ધી સ્કિન અને વાળ માટે ફાયદારૂપ છે. ફટાફટ જાણી લો દહીંના બ્યૂટી બેનિફિટ્સ. જેને તમે ઘરે પણ અપનાવી શકો છો. તો આજથી જ આ 1 ઉપાય કરો ટ્રાય અને બની જાઓ બ્યૂટી ક્વિન.

જાણો દહીંના અન્ય બ્યૂટી બેનિફિટ્સ

  • દહીંને લીંબુના રસમાં મિક્સ કરીને ચહેરા પર લગાવો. આ સન ટેનિંગ દૂર કરવામાં મદદ કરે છે.
  • દહીંમાં ઓટ્સ મિક્સ કરીને ચહેરા પર માલિશ કરો અને સૂકાઇ જાય ત્યારે ધોઇ લો. તેનાથી રિંકલ્સ દૂર થાય છે.
  • દહીંમાં ગુલાબજળ મિક્સ કરીને ચહેરા પર લગાવો. તે પિંપલ્સ ઠીક કરે છે.
  • દહીંમાં મધ મિક્સ કરીને લગાવવાથી ડાર્ક સર્કલ્સ દૂર થાય છે.
  • દહીંમાં નારિયેળ તેલ અને અલોવેરા જેલ મિક્સ કરીને વાળમાં લગાવવાથી વાળની ચમક વધે છે.
  • દહીંની દાંત પર હલકી માલિશ કરવાથી દાંતની ચમક વધે છે.
  • દહીંમાં બેસન મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી રંગ ગોરો થાય છે.
  • દહીંમાં ઓલિવ ઓઇલ મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી સ્કિન ટાઇટ થાય છે.
  • દહીંમાં મસૂરની દાળની પેસ્ટ મિક્સ કરીને લગાવવાથી ચહેરાના ડાઘ- ધબ્બા મટે છે.
  • દહીંમાં નારિયેળ તેલ મિક્સ કરીને લગાવવાથી સ્કિનની ડ્રાયનેસ દૂર થાય છે.


  • Follow us on: