- ચહેરા પરના ડાર્ક સ્પોટ્સ દૂર કરવામાં પણ મળશે મદદ
- કરચલીઓ દૂર કરવા માટે ફટકડીનો ઉપયોગ લાભદાયી
- સનબર્નની સમસ્યાને દૂર કરવામાં ફટકડી અકસીર
વધતી ઉંમર સાથે દરેક વ્યક્તિના ચહેરા અને શરીરના અન્ય ભાગો પર કરચલીઓ દેખાવવી એ બાબત સામાન્ય છે. પરંતુ જો આ કરચલીઓ સમય પહેલા દેખાવા લાગે તો વ્યક્તિનો આત્મવિશ્વાસ હલવા લાગે છે. આવી સ્થિતિમાં વ્યક્તિ ક્યાંય પણ બહાર જવાનું ટાળવા લાગે છે. જો તમે પણ આવી જ કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તેનાથી છુટકારો મેળવવા માટે ફટકડીથી સંબંધિત 3 ઘરેલૂ ઉપાય અજમાવી લો. તમારા ચહેરાની કરચલીઓ ગાયબ થશે અને તમે ફરીથી યુવાન દેખાવવા લાગશો.
ત્વચાને કસાવયુક્ત બનાવવી
ફટકડીમાં બ્લીચિંગ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. જેના કારણે તે ચહેરા પરથી દાગ-ધબ્બા દૂર કરવામાં અને ત્વચાના ચેપને દૂર કરવામાં ઘણી મદદ કરે છે. આ સાથે ફટકડીના ઉપયોગથી લચી ગયેલી સ્કીન ફરીથી કડક થવા લાગે છે અને ચહેરો પહેલાની જેમ યુવાન દેખાવવા લાગે છે.

ફટકડીનો આ રીતે કરો ઉપયોગ
- ચહેરાની કરચલીઓ દૂર કરવા માટે ફટકડી લો અને તેને પાણીમાં ડુબાડી લો. આ પછી તેને હળવા હાથે ચહેરા પર ઘસો અને થોડીવાર માટે સૂકવવા દો. આ પછી ચહેરો સ્વચ્છ પાણીથી ધોઈ લો. આમ કરવાથી તમારા ચહેરાની ઢીલી ત્વચા કડક થવા લાગશે અને કરચલીઓ દેખાવવાનું બંધ થઈ જશે.
- ચહેરા પરના ડાર્ક સ્પોટ્સ દૂર કરવા માટે એક ચમચી ઓલિવ તેલ અને એક ચમચી ફટકડી પાવડર મિક્સ કરીને પેસ્ટ બનાવો. 15 દિવસ સુધી આ ઉપાય કરવાથી તમારો ચહેરો ચમકી ઉઠશે.
- ઉનાળાની સીઝન ચાલી રહી હોય અને જો તડકો હોય તો સનબર્નની સમસ્યા વધી જાય છે. આવી સ્થિતિમાં શરીરની ત્વચા પર ખાસ કરીને ચહેરા પર લાલ નિશાન દેખાવા લાગે છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે અડધો કપ પાણીમાં 2 ચમચી ફટકડી પાવડર મિક્સ કરો અને તેને તડકામાં દાઝી ગયેલા ભાગ પર લગાવવાનું શરૂ કરો. 15 દિવસ સુધી આ ઉપાય કરવાથી ત્વચા પહેલા જેવી થઈ જશે. તેની પર ચમક જોવા મળશે.