- દિલ્હીનું કીર્તિ નગર માર્કેટ એશિયાનું સૌથી મોટું ફર્નિચર માર્કેટ છે
- કરોલ બાગમાંથી બ્રાન્ડેડ ટ્રેન્ડી ફર્નિચરથી લઈને ટ્રેડિશનલ ફર્નિચર મળશે
- પંચકુઈયા રોડનું ફર્નિચર માર્કેટ 90ના દશકથી લોકોનું મન મોહી લે છે
જો તમે આ દિવાળીએ ઘર કે ઓફિસને નવો લૂક આપવા ઈચ્છો છો તો દિલ્હી-એનસીઆરના ફર્નિચર માર્કેટ તમારી મદદ કરી શકે છે. અહીંથી તમે સસ્તામાં સારી ક્વોલિટીનું ટ્રેન્ડી ફર્નિચર ખરીદી શકો છો. તો જાણો કયા માર્કેટમાં તમને કઈ ચીજો મળશે.
કીર્તિ નગર
દિલ્હીના કીર્તી નગર ફર્નિચર માર્કેટનું નામ એશિયાના સૌથી મોટા ફર્નિચર બજારમાં સામેલ છે. આ બજારમાં તમે 500થી વધારે રિટેલર અને હોલસેલ વિક્રેતાઓની સાથે જરૂરિયાતનો સામાન મળી જશે. આ બજારમાં ફર્નિચરની કિંમત હજારોથી શરૂ થઈને લાખો રૂપિયા સુધી પહોંચે છે. અહીં તમને ડાઈનિંગ સેટથી લઈને સોફા, બેડ, રોકિંગ ચેર, બંક બેડ બધું મળી જશે. એટલું જ નહીં તમે અહીં જઈને પોતાની જરૂરિયાતના આધારે ફર્નિચર ડિઝાઈન પણ કરાવી શકો છો. ધ્યાન રાખજો કે આ માર્કેટ સોમવારે બંધ રહે છે.
કરોલ બાગ
આ માર્કેટમાં તમને ક્યારેય એક પ્રકારનું ફર્નિચર મળશે નહીં. અહીં બ્રાન્ડેડ ટ્રેન્ડી ફર્નિચરથી લઈને ટ્રેડિશનલ ફર્નિચરની અનેક દુકાનો છે. તમે અહીંથી પોતાની પસંદનું કોઈ પણ ફર્નિચર ખરીદી શકો છો.
પંચકુઈયા રોડ
દિલ્હીના પહાડગંજ વિસ્તારમાં આવેલું આ માર્કેટ 90ના દશકથી લોકોની વચ્ચે ખાસ જગ્યા બનાવી રહ્યું છે. આ જૂના અને ભરોસાપાત્ર બજારમાં તમે ઘર અને ઓફિસને સજાવવા માટે ટ્રેડિશનલ રાજસ્થાની ટેબલથી લઈને રાજસ્થાની લાકડાના શોપીસ પણ મેળવી શકો છો. જે તમારા ઘરના ઈન્ટિરિયરને એક ક્લાસિક ટચ આપશે. આ માર્કેટ સોમવારે બંધ રહે છે.
અમર કોલોની
લાજપત નગર ફેઝ 4માં બનેલી અમર કોલોની ફર્નિચર માર્કેટમાં વિન્ટેજ ફર્નિચરની સાથે આધુનિક ફર્નિચરની એક મોટી રેન્જ છે. જે તમારા ઘરને નવો લૂક આપશે. અહીંથી તમે પોકેટ ફ્રેન્ડલી સ્ટાઈલિશ હોમ ડેકોરેશનનું શોપિંગ પણ કરી શકો છો. અમર કોલોની ફર્નિચર માર્કેટ મંગળવારે બંધ રહે છે.
જેલ રોડ માર્કેટ
હરી નગરથી તિલક નગર સુધી ફેલાયેલા જેલ રોડ માર્કેટ પણ ફર્નિચરની ખરીદી માટે સારો ઓપ્શન છે. અહીં તમને એક લાંબી લાઈનમાં દુકાનો જોવા મળી જશે. અહીં અનેક વેરાયટીના ફર્નિચરની સાથે ડિઝાઈનર પડદા, ગાદલા, ઘડીયાળ, લાઈટો પણ લટકેલી જોવા મળે છે. જેલ રોડ માર્કેટ બુધવારે બંધ રહે છે.