• સ્ત્રીઓમાં જ જોવા મળે છે સર્વાઈકલ કેન્સર
  • ધુમ્રપાન,નબળી રોગપ્રતિકારક શક્તિ બને છે કારણ
  • જાણો આહારમાં શું લેવું અને શું નહીં

ચર્ચિત અભિનેત્રી પૂનમ પાંડેનું આજે 32 વર્ષની ઉંમરે સર્વાઈકલ કેન્સરના કારણે નિધન થયું છે. આ સમાચાર તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સામે આવ્યા હતા. આ બાદ તેના મેનેજરે પણ આ ન્યૂઝને કન્ફર્મ કર્યા હતા. અભિનેત્રીએ તેના અંતિમ શ્વાસ તેના વતન યૂપીમાં લીધી હતા. આ સમયે તે અહીં જ સારવાર લઈ રહી હતી. તો જાણો શું છે આ સર્વાઈકલ કેન્સર જેણે નાની વયે અભિનેત્રીનો ભોગ લીધો.

શું કહે છે આંકડા

સર્વાઇકલ કેન્સર એ સ્ત્રીરોગવિજ્ઞાનના કેન્સરનો એક પ્રકાર છે જે તમામ ઉંમરની સ્ત્રીઓને અસર કરે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ વર્ષ 2020માં સર્વાઇકલ કેન્સરે વિશ્વભરમાં હજારો મહિલાઓને તેનો શિકાર બનાવી હતી. જેના કારણે 342,000 લોકોના મોત થયા હતા.

કઈ રીતે થાય છે સર્વાઇકલ કેન્સર

 શરીરમાં અસામાન્ય કોષો અનિયંત્રિત રીતે વધે અને શરીરના અન્ય ભાગો પર આક્રમણ કરે ત્યારે સર્વાઇકલ તેના પ્રાથમિક કારણમાં માનવ પેપિલોમાવાયરસ (HPV), જે સામાન્ય સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ચેપ છે. આ ઉપરાંત, સર્વાઇકલ કેન્સર માટે ધૂમ્રપાન, નબળી રોગપ્રતિકારક શક્તિ અને કેટલીક ફેમિલિ હિસ્ટ્રી પણ કારણ બને છે.

શુ છે સર્વાઇકલ કેન્સરના લક્ષણો

યોનિમાર્ગમાં અસહ્ય દુઃખાવો થાય અને શરીર તૂટવાનો અનુભવ થાય, સેક્સ દરમિયાન દુખાવો, પેલ્વિક સમસ્યાઓ.

સર્વાઈકલ કેન્સરની કઈ રીતે થઈ શકે છે સારવાર

સર્વાઈકલ કેન્સરની સારવારમાં શસ્ત્રક્રિયા, રેડિયેશન થેરાપી, કિમોથેરાપીની મદદ લેવામાં આવે છે. આ પ્રક્રિયાઓ દર્દીને સારવારમાં મદદ કરી શકે છે.

આ બીમારીમાં શું ખાવું અને શું નહીં

સર્વાઈકલ કેન્સરમાં વિટામિન ડી, સી અને ઈથી ભરપૂર પદાર્થોનું સેવન કરવું. આ સિવાય આદુ અને લસણનું પણ ભરપૂર પ્રમાણમાં સેવન કરો. જો તમે ઈચ્છો તો તમે શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ પણ યોગ્ય રહે તેનું ધ્યાન રાખી શકો છો. આ સિવાય મસાલાથી ભરપૂર ખાવાનું, ચોખા, તળેલું ભોજન અને વધારે પડતા ખાટા પદાર્થોનું સેવન ટાળો તે જરૂરી છે. 

  • Follow us on: