• ડુંગળીનો રસ વાળના મૂળમાં લગાવવાથી વાળ કાળા થશે
  • ડુંગળી વાયુનાશક છે અને પેટની બીમારીમાં ફાયદો આપે
  • ડુંગળીના રસમાં મીસરી મિક્સ કરવાથી કફની સમસ્યામાં લાભ થશે

સીઝન બદલાઇ રહી છે અને એવામાં બીમારીઓના વધવાનો ખતરો પણ વધી રહ્યો છે. બદલાતી સીઝનમાં ડુંગળીને રેગ્યુલર ડાયટમાં સામેલ કરવું એ એક હેલ્ધી ઓપ્શન છે. આ ફક્ત બોડીની ઇમ્યુનિટી વધારીને તેને બીમારીથી બચાવતું નથી, સાથે જ ગરમીના કારણે થતી સમસ્યામાંથી પણ રાહત અપાવે છે. તો જાણો નાની ડુંગળીના ફાયદા.

  1. ડુંગળીના રસને મધની સાથે લેવાથી સ્પર્મ કાઉન્ટ વધે છે અને ઇન્ફર્ટિલિટીની સમસ્યા દૂર થાય છે.
  2. ડુંગળીમાંનું સલ્ફર બ્લડ કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લિસરાઇડ લેવલ ઓછું કરીને હાર્ટ એટેકથી બચવામાં હેલ્પફૂલ છે.
  3. ડુંગળીમાં ક્વર્સેટિન નામનું એન્ટી ઇન્ફેલેમેટરી ફ્લેવનોઇડ હોય છે. તેને ખાવાથી અને લગાવવાથી સોજા અને બળતરા દૂર થાય છે.
  4. ડુંગળીમાં એન્ટી બેક્ટેરિયલ ક્વોલિટી હોય છે. ડુંગળીનો રસ લગાવવાથી ઘા જલ્દી ઠીક થાય છે.
  5. ડુંગળીના રસમાં ખાંડ મિક્સ કરીને પીવાથી ગરમીના કારણે થતી તકલીફમાં રાહત મળે છે.
  6. ડુંગળીમાંનું ક્વર્સેટિન નામનું એન્ટી કેન્સર એજન્ટ બોડીમાંના કેન્સર સેલ્સને ખતમ કરે છે.
  7. ડુંગળીમાં ક્રોમિયમ અને સલ્ફર જેવા મિનરલ્સ બ્લડ શુગર લેવલ બેલેન્સ કરીને ડાયાબિટીસથી બચાવે છે.
  8. ડુંગળી વાયુનાશક છે. તે ડાઇજેશન સારું કરે છે અને પેટની અનેક બીમારીથી બચાવે છે. તેને રેગ્યુલર ખાવાથી આર્થરાઇટિસની સમસ્યામાં પણ ફાયદો થાય છે.
  9. ડુંગળીના રસથી બંધ નાક તરત જ ખુલી જશે.
  10. બદલાતી સીઝનમાં ડુંગળીને રેગ્યુલર ડાયટમાં સામેલ કરો. તે ઇમ્યુનિટી વધારીને સીઝનલ બીમારીઓથી બચાવે છે.
  11. ડુંગળીના રસમાં મીસરી મિક્સ કરીને ચાટવાથી કફની સમસ્યામાં જલદી રાહત મળે છે.
  12. 2 ચમચી ડુંગળીના રસમાં 1 ચમચી મધ મિક્સ કરીને પીવાથી શરદી- ખાંસી અને તાવમાં રાહત મળે છે.
  13. ડુંગળીના રસને પાણીમાં મિક્સ કરીને લગાવવાથી એક્ને અને ખીલની સમસ્યાથી રાહત મળે છે.
  14. ફાંસ કે કાંટો વાગે તો ત્યાં ડુંગળીનો રસ લગાવીને પટ્ટી બાંધવાથી તે સરળતાથી નીકળી જાય છે.
  15. વાળના મૂળમાં ડુંગળીનો રસ લગાવવાથી વાળ કાળા અને મુલાયમ બને છે. તેના ખરવાની સમસ્યા પણ દૂર થાય છે.

  • Follow us on: