હોળીનો તહેવાર મીઠાઇ વિના અધૂરો લાગે અને જ્યારે ગુજિયાની વાત આવે છે, ત્યારે મોઢામાં આપમેળે પાણી આવવા લાગે છે! પરંતુ જે લોકો ડાયાબિટીસના પેશન્ટ છે તેમણે તો વિચારી વિચારીને ખાવુ પડે. કારણકે તેમાં લોટ અને ખાંડનું પ્રમાણ વધારે હોય છે. ત્યારે આજે આપણે એવા ગુજિયાની રેસિપી વિશે વાત કરીશું કે જે હશે સુગર ફ્રી.

ગુજિયા બનાવવા માટેની સામગ્રી
ઘઉંનો લોટ - ૧ કપ
રાગીનો લોટ - ½ કપ
દેશી ઘી - 2 ચમચી
હુંફાળું દૂધ - લોટ બાંધવા માટે

ગુજિયા સ્ટફિંગ માટે
નારિયેળ પાવડર - ½ કપ
સમારેલી બદામ, કાજુ અને પિસ્તા - ¼ કપ
ખજૂર - ½ કપ (બારીક સમારેલી, ખાંડની જગ્યાએ વાપરી શકાય છે)
મખાના - ½ કપ (શેકીને પીસી લો)
એલચી પાવડર - ½ ચમચી
ચિયા શિડ્સ અથવા અળસી - 1 ચમચી (ઓમેગા-3 માટે)

કેવી રીતે બનાવશો ?
  • ઘઉં અને રાગીના લોટને ભેગો કરીને તેમાં ઘી ઉમેરો. હવે લોટને ઘીથી મસળી લો. હવે થોડુ થોડુ દૂધ અને મીઠું નાંખીને સરસ લોટ બાંધી લો. એક કઢાઇમાં ઘી નાંખીને તેમાં મખાના અને નારિયેળના છીણને શેકી લો. ખજૂરના નાના ટુકડાને પણ આ મિશ્રણમાં એડ કરો. તેમાં એલચી પાવડર, ચીયા શિડ્સ અને અળસી ઉમેરો.
  • હવે તૈયાર કરેલા લોટમાંથી નાના લુઆ પાડીને પુરી વણો.
  • તેમાં સ્ટફિંગ નાંખીને સારી રીતે સીલ કરી દો
  • હવે તેને તમે ઘીમાં સારી રીતે તળી લો. અથવા ગુજિયા પર ઘીનું કોટિંગ કરીને એર ફ્રાય પણ કરી શકો છો.

  • Follow us on: