- કમરને સીધી રાખવામાં આ આસન મદદરૂપ
- વજ્રાસનથી પગની માંસપેશીઓમાં મજબૂતી આવે
- અપચો, ખાટા ઓડકાર આવવા, ગેસની સમસ્યા રહે
યોગ શરીરને માટે ફાયદારૂપ છે. તેનાથી તમામ બીમારીઓ ક્યોર થાય છે. તો સાથે શરીર ફ્લેક્સિબલ રહે છે અને ફેટ ખતમ થઈ જાય છે. કમરદર્દ હોય કે ઘૂંટણનું દર્દ તમામ ચીજો યોગથી દૂર થાય છે. તેની સાથે યોગાસન ડાયજેશન સિસ્ટમને પણ ઈમ્પ્રૂવ કરે છે, તેનાથી ખાવાનું પચવામાં મદદ મળે છે. યોગ હોય કે કસરત આ તમામને ખાવાનું ખાવાના 4-5 કલાક પહેલા કરી લેવા. પરંતુ એક આસન એવું છે જેને જમ્યા બાદ કરવાથી ફાયદો મળે છે. ડાઈજેસ્ટિવ સિસ્ટમને યોગ્ય રીતે કામ કરવા માટે વજ્રાસન કરવામાં આવે છે. તો જાણો તેનાથી શું ફાયદા મળે છે.

કેવી રીતે કરશો વજ્રાસન
વજ્રાસન કરવું સરળ છે અને તે કોઈ પણ વ્યક્તિ સરળતાથી કરી શકે છે. જમ્યા બાદ તરત જ આ આસનને યોગા મેટ કે પથારી પર બેસીને પણ કરી શકાય છે. પરિવાર સાથે ગપ્પા મારતા મારતા તમે આ આસન કરી શકો છો. વજ્રાસન કરવા માટે ઘૂંટણ વાળો અને પગને સારી રીતે ફેલાવી લો. પગના તળિયા પર હિપ્સ રાખો અને બેસી જાઓ. હવે કમર, પીઠ, ગરદનને સીધી રાખો. હાથને બંને ઘૂંટણ પર આરામથી રાખી લો. આંખો બંધ કરો અને શ્વાસ લો. આ આસનને શરૂઆતમાં 2 મિનિટથી સ્ટાર્ટ કરો. આ પછી તમે તેને 15 મિનિટ સુધી કરી શકો છો.
જાણો વજ્રાસનના શું છે ફાયદા
- વજ્રાસન કરવાથી બોડીમાં ડાયજેશન સિસ્ટમ સારી રીતે કામ કરે છે.
- આ આસન શરીરમાં ખાવાનું પચાવનારા એન્જાઈમને વધારે છે.
- જે લોકોને અપચો, ખાટા ઓડકાર આવવા, ગેસની સમસ્યા રહે છે તેમને રાહત મળે છે.
- કમરને સીધી રાખવામાં આ આસન મદદરૂપ છે.
- તેનાથી પગની માંસપેશીઓમાં મજબૂતી આવે છે.
- સતત બેસીને કામ કરવાથી પોશ્ચર બગડે છે અને આ આસનથી તમને પોશ્ચર યોગ્ય રાખવામાં મદદ મળે છે.
- ડાયજેશનને સારું રાખે છે આ આસન
વજ્રાસનની સાથે યોગ અને મુદ્દાઓ છે જેનાથી ડાયજેશનની સાથે પ્રોબ્લેમ્સમાં રાહત મળે છે. પદ્માસન, ધનુરાસન, નૌકાસન, પવન મુક્તાસન.