• વજન ઘટાડવા લોકો કરે છે અવનવા ઉપાય
  • લીંબુનું સરબત પીવાથી ઘટે છે વજન
  • લીંબુમાં પેક્ટીન નામનું તત્વ હોય છે

ગરમી હોય અને લીંબુ સરબતની વાત ના થાય એવું કેવી રીતે બની શકે, આપણામાંથી મોટાભાગના લોકોને તે ખૂબ જ ગમે છે. ઉનાળામાં આ પીણું ઘરે સરળતાથી તૈયાર કરી શકાય છે. ઘણા લોકો સોડા વોટર સાથે લીંબુનો રસ પીવાના પણ શોખીન હોય છે.

લીંબુ પાણી વજન ઘટાડશે?

આપણે સાંભળ્યું જ હશે કે નિયમિત લીંબુ પાણી પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. હેલ્થ એક્સપર્ટ્સ પણ એ વાત પર ભાર મૂકે છે કે સવારે વહેલા ઊઠીને એક ગ્લાસ લીંબુનું શરબત પીવાથી પેટની ચરબી ઘટે છે, ઘણા લોકો આ પીણામાં મધ પણ ઉમેરીને વધુ સારા પરિણામ મેળવે છે, પરંતુ શું લીંબુ પાણીથી ખરેખર વજન ઘટે છે?

લીંબુ પાણી પીવાના ફાયદા

લીંબુમાં સાઇટ્રિક એસિડ, પોટેશિયમ, વિટામિન સી, વિટામિન બી-6, પેક્ટીન અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. આ પાચનમાં સુધારો કરે છે સાથે જ આપણને ફ્રી રેડિકલથી બચાવે છે. લીંબુમાં એન્ટીઑકિસડન્ટો મળી આવે છે, જે હૃદયની તંદુરસ્તીને સારી રાખે છે અને કેન્સર જેવી ગંભીર બીમારીઓનું જોખમ પણ ઘટાડે છે. લીંબુનું શરબત પીવાથી પેટ અને કમરની આસપાસ જમા થયેલી ચરબી ઓછી થવા લાગે છે એટલે કે તમારું વજન ઝડપથી ઘટે છે.

ભૂખ નિયંત્રણ કરે છે

લીંબુમાં પેક્ટીન નામનું તત્વ હોય છે જે ભૂખને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, તેને પીધા પછી તેલયુક્ત ખોરાક ખાવાની ઈચ્છા પણ ઓછી થઈ જાય છે. તેમાં હાજર ફ્લેવોનોઈડ્સ મેટાબોલિઝમને વેગ આપે છે અને શરીરને ડિટોક્સ પણ કરે છે. લીંબુમાં રહેલું પોટેશિયમ શરીરને હાઇડ્રેટ રાખે છે અને બ્લડ પ્રેશર ઘટાડવામાં પણ મદદ કરે છે.

લીંબુનું શરબત કેવી રીતે તૈયાર કરવું?

જો તમે ઈચ્છો છો કે તમારા પેટની ચરબી પર લીંબુની અસર વધુ થાય, તો પહેલા એક ગ્લાસ નવશેકું પાણી લો અને તેમાં એક નાનું લીંબુ નીચોવી લો. હવે તેમાં સંચળ અને જીરું પાવડર નાખીને પીવો. જો તમે સવારે ઉઠીને હુંફાળા પાણીમાં એક ચમચી મધ ભેળવીને પીશો તો વજન ઝડપથી ઘટશે.

  • Follow us on: