- રોજ 1000 મિલિગ્રામ કેલ્શિયમનું સેવન કરવું જરૂરી
- ભીંડા કેલ્શિયમનો સારો સોર્સ છે
- સરસોની ભાજી કેલ્શિયમનું પાવરહાઉસ ગણાય છે
ઓસ્ટિયોપોરોસિસ હાડકાની સાથે જોડાયેલી સમસ્યા છે જે આજે સામાન્ય બની છે. આ બીમારી કેલ્શિયમની ખામીના કારણે વધારે જોવા મળે છે. તેમાં હાડકા નબળા બને છે અને તેમાં સામાન્ય વાગતાં જ ફ્રેક્ચરની સમસ્યા જોવા મળે છે. હાડકા કેલ્શિયમથી બને છે અને શરીરમાં 99 ટકા કેલ્શિયમને સ્ટોર કરે છે. જો તમે રોજ પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ નથી લેતા તો શરીર અન્ય કાર્યોને માટે હાડકાંમાંથી કેલ્શિયમ લે છે અને પેશાબની મદદથી થોડું કેલ્શિયમ કાઢી લે છે. જો તમે કેલ્શિયમની ચીજો ખાઈ રહ્યા છો તો હાડકાની સમસ્યામાં જલ્દી રાહત મળે છે.
કેવી રીતે પૂરી કરશો કેલ્શિયમની ખામી
માનવામાં આવે છે કે દહીં, દૂધ અને પનીર જેવા ડેરી ઉત્પાદકોમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. અનેક લોકો વીગન ડાયટ ફોલો કરે છે જેમાં ડેરી પ્રોડક્ટનો સમાવેશ થતો નથી તો તમે આ ચીજોની મદદથી તેની ખામીને પૂરી કરી શકો છો.
રોજ કેટલા કેલ્શિયમની જરૂર
કેલ્શિયમની ખામીથી બચવા માટે કેલ્શિયમથી ભરપૂર ચીજોનું સેવન કરવું. હાડકાને સ્વસ્થ અને મજબૂત બનાવવાની સાથે ઓસ્ટિયોપોરોસિસને અટકાવવા માટે તમારે રોજ 1000 મિલિગ્રામ કેલ્શિયમનું સેવન કરવું.
તલના બીજ
તલના બીજ કેલ્શિયમ સિવાય પ્રોટીન, ઉર્જા, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, આયર્ન, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા તત્વોનો ખજાનો છે. એક ચમચી તલના બીજમાં લગભગ 146 ગ્રામ કેલ્શિયમ હોય છે.
સોયાબીન
સોયાબીન પ્રોટીન અને ફાઈબરનો સારો સોર્સ છે. જો કેલ્શિયમની વાત કરીએ તો 1 કપ સોયાબીનમાં 175 મિલિગ્રામ કેલ્શિયમ મળે છે. તે રોજની જરૂરિયાતને થોડી પૂરી કરી શકે છે.

સરસોનું શાક
આ લીલા પાનનું શાક આયર્ન અને કેલ્શિયમનું પાવરહાઉસ માનવામાં આવે છે. તે તમારી કેલ્શિયમની ખામીને ફટાફટ પૂરી કરે છે. એક કપ સરસોના શાકમાં 120 મિલિગ્રામ કેલ્શિયમ મળે છે.
ભીંડા
આ શાક આમ તો તમામ લોકોને પસંદ હોય છે. પણ તમે ભાગ્યે જ એ જાણતા હશો કે તે કેલ્શિયમનો સારો સોર્સ છે. એક કપ ભીંડામાંથી તમને 120 મિલિગ્રામ કેલ્શિયમ મળી રહે છે.