• એકના એક ભજીયાને આપો નવો ટ્વિસ્ટ
  • ભરેલા મરચાના ભજીયાની માણો મજા
  • ચા સાથે આ ભજીયાથી બની જશે દિવસ

આજે રાજ્યમાં તમામ જગ્યાઓએ કમોસમી વરસાદ એટલે કે માવઠું જોવા મળી રહ્યું છે. આ માવઠાના કારણે ખેડૂતોની ચિંતા વધી છે તો સાથે જ સ્વાદ રસિયાઓ ભજીયા, દાળવડાનો સ્વાદ માણવા આતુર બન્યા છે. જો તમે પણ બટાકા, ડુંગળીના મરચા ખાઈને બોર થયા છો તો તમે સ્ટફ્ડ એટલે કે ભરેલા મરચાની મજા ઘરે જ માણી શકો છો. આજે શનિવાર અને આવતીકાલે રવિવાર હોવાથી વીકેન્ડમાં તમે આ ગરમાગરમ ભજીયાની મજા માણી શકો છો. તો કરી લો ફટાફટ તૈયારી.  

સામગ્રી

  • 2 કપ ચણાનો લોટ
  • 3 મોટા લીલા મરચા
  • 1 કપ ડુંગળી
  • 1 ટી સ્પૂન અજમો
  • 1/4 ટી સ્પૂન ગરમ મસાલો
  • 1 ચપટી હિંગ
  • 1 ચપટી બેકિંગ પાવડર
  • 1/4 ટી સ્પૂન લાલ મરચાનો પાવડર
  • 2 ચપટી કસૂરી મેથી
  • મીઠું સ્વાદ અનુસાર
  • તેલ જરૂરિયાત અનુસાર
  • પાણી જરુરિયાત અનુસાર

 બનાવવાની રીત


સૌ પહેલા લીલા મરચાને ધોઈને સાફ કરી લો. હવે ચપ્પાની મદદથી તેને વચ્ચેથી કાપી લો અને તેના બીજ કાઢી લો. એક વાસણમાં ડુંગળી, લાલ મરચું, અજમો, ગરમ મસાલો, હીંગ અને મીઠું મિક્સ કરો અને સ્ટફિંગ તૈયાર કરો. હવે આ સ્ટફિંગને મરચામાં ભરો. એક અન્ય વાસણ લો અને ચણાનો લોટ લઈ તેમાં મીઠું, કસૂરી મેથી અને પાણી મિક્સ કરીને ખીરું તૈયાર કરો. મીડિયમ ગેસ પર પેનમાં તેલ ગરમ કરો. લીલા મરચાને બેસનનું ખીરામાં ડૂબાડો અને તેને ગરમ તેલમાં તળો. આ રીતે તમામ મરચાને તૈયાર કરી લો. તમારા સ્ટફિંગવાળા મરચાના ભજીયા તૈયાર છે. તમે તેને ચટણી સાથે કે ચા સાથે ગરમાગરમ પીરસો. 

  • Follow us on: