- મેકઅપ બ્રશ અને બ્લેંડરને ક્લીન રાખવા છે જરૂરી
- લિપ શેડ વધારે ડાર્ક ન હોય તેનું ખાસ ધ્યાન રાખવું
- ફાઉન્ડેશન અને પ્રાઈમરના ઉપયોગમાં રાખો કાળજી
આજકાલ અનેક લોકો પોતે મેકઅપ કરવા ઈચ્છે છે અને સાથે એમ પણ ઈચ્છે છે કે દરેકની નજર તેમની પર રહે. અનેકવાર લોકોની સાથે એવું બને છે કે તેમનો મેકઅપ થોડા સમયમાં ઉતરી જાય છે અને સ્કીન પર ધબ્બા જોવા મળે છે, આ કારણે મહિલાઓ મેકઅપ કરવાનું ટાળે છે. પણ જો તમે જાતે જ તમારી નાની ભૂલોને સમજી લેશો તો તમારો ચહેરો ક્યારેય ખરાબ લાગશે નહીં.
મેકઅપ બ્રશ અને બ્લેંડરને ક્લીન રાખવા
મોટાભાગની મહિલાઓ મેકઅપ કરતી સમયે ધ્યાન રાખતી નથી કે તેમના બ્રશ અને બ્લેંડર ખરાબ થઈ ગયા છે. ગંદગીના કારણે મેકઅપ ખરાબ લાગે છે. મેકઅપ બ્રશને દર બીજા અઠવાડિયે એટલે કે 15 દિવસે સાફ કરી લેવા. તમે તેને પાણીથી પણ ધોઈ શકો છો. જો કે વારંવાર આવું કરવાથી તે જલ્દી ખરાબ પણ થાય છે.
પ્રાઈમરનો ઉપયોગ ન કરવો
ફેસ પર ફાઉન્ડેશન લગાવતા પહેલા જો પ્રાઈમરનો ઉપયોગ નહીં કરાય તો તેનાથી ફાઈનલ લૂકમાં નુકસાન જોવા મળી શકે છે. તેના કારણે ફિનિશિંગ પણ પરફેક્ટ જોવા મળતું નથી અને ફેસ પર ડાયરેક્ટ ફાઉન્ડેશન લગાવવાથી તમને નુકસાન થઈ શકે છે. તેના કારણે એક્નેની તકલીફો વધી શકે છે. સારું રહેશે કે તમે તેનો ઉપયોગ કરવાનું ટાળો.
ગંદા હાથથી મેકઅપ કરવો
ક્યારેય ઉતાવળમાં મહિલાઓએ ગંદા હાથથી મેકઅપ કરવાની ભૂલ કરવી નહીં. પ્રોડક્ટની સાથે ગંદગી મિક્સ થાય છે તો એક્ને અને પિંપલ્સનો ખતરો વધે છે. મેકઅપ કરતા પહેલા હાથને સારી રીતે ધોઈ લો જેથી મેકઅપ ખરાબ ન દેખાય.
લિપ શેડ ન હોય વધારે ડાર્ક
ડાર્ક લિપ શેડનો ઉપયોગ કરવાનું સરળ છે પણ તેને આજકાલ ઓછો પસંદ કરાય છે. વધારે ડાર્ક શેડથી ફેસ ડલ બની જાય છે. સારું રહેશે કે તમે ન્યૂડ કે ખૂલતા કલરની લિપસ્ટિકને યૂઝ કરો.
મેકઅપ ફિક્સર
મેકઅપ સેટિંગ સ્પ્રે તેનો ખાસ ભાગ છે. તેને ઈગ્નોર કરી દેવામાં આવે છે પણ તેનાથી તેનો લૂક ખરાબ થઈ શકે છે. સેટિંગ સ્પ્રે સૌથી લાસ્ટમાં લગાવો. તેનાથી મેકઅપ લાંબા સમય સુધી ટકી રહેશે. સારું એ રહેશે કે તમે તેને મેકઅપ રૂટિનમાં સામેલ કરો.