• જયપુરના અનેક લોકેશન બેસ્ટ સાબિત થશે
  • તમિલનાડુનું મદુરાઈ ફેસ્ટિવલ એન્જોય કરવા માટે બેસ્ટ
  • પ.બંગાળનું કલિમપોંગ ફરવા માટે પરફેક્ટ ઓપ્શન

ટ્રાવેલિંગના શોખીન મોટાભાગના લોકો પણ વર્ષની શરૂઆત પ્રવાસથી કરવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં લોકો ઘણીવાર જાન્યુઆરીની ઠંડીમાં ફરવાનો પ્લાન કરી લેતા હોય છે. જો તમે પણ આ સમયે શ્રેષ્ઠ પ્રવાસની જગ્યાઓની શોધમાં છો તો તમે કેટલીક ખાસ જગ્યાની મુલાકાત લઈ શકો છો. શક્ય છે કે તમારી આ મુસાફરી જીવનભર માટે યાદગાર અનુભવ સાબિત થઈ શકે છે. માનવામાં આવે છે કે જાન્યુઆરી દરમિયાન ઉત્તર ભારતમાં શિયાળો તેની ટોચ પર હોય છે, ત્યારે દેશના અન્ય ભાગોમાં પણ તાપમાન સામાન્ય રહે છે. આવી સ્થિતિમાં હવામાનની ચિંતા કર્યા વિના તમે દેશના ઘણા ખાસ સ્થળોને શોધી શકો છો. તો પ્લાન કરો જાન્યુઆરીમાં ફરવા માટેના કેટલાક શ્રેષ્ઠ સ્થળોને. જેની મુલાકાત લઈને તમે તમારી યાત્રાને યાદગાર બનાવી શકો છો.

ચંબા, હિમાચલ પ્રદેશ

શિયાળામાં લોકો ઘણીવાર હિમાચલ પ્રદેશના શિમલા અને મનાલી જેવા પ્રખ્યાત સ્થળોની મુલાકાત લેવાનું પસંદ કરે છે, પરંતુ જાન્યુઆરીમાં ચંબાની સફર તમારી સફરને યાદગાર બનાવી શકે છે. ચંબામાં ટ્રેકિંગ દરમિયાન તમે 100 વર્ષ જૂની ઇમારત, ઘણા મંદિરો, મણિમહેશ તળાવ અને કાલા ટોપ નેશનલ પાર્કની પણ મુલાકાત લઈ શકો છો.

કાલિમપોંગ, પશ્ચિમ બંગાળ

જાન્યુઆરીમાં પશ્ચિમ બંગાળમાં કાલિમપોંગની યાત્રા એક પરફેક્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે. સિલિગુડી કોરિડોરથી માત્ર 70 કિલોમીટરના અંતરે સ્થિત કાલિમપોંગમાં તમે હિમાચલના સુંદર શિખરોને બરફથી ઢંકાયેલા જોઈ શકો છો. આ ઉપરાંત તમે કાલિમપોંગમાં મઠ શહેર અને અહીંના સ્થાનિક બજારની મુલાકાત પણ લઈ શકો છો.


ખુજરાહો, મધ્યપ્રદેશ

શિયાળામાં જો તમે સામાન્ય તાપમાનવાળા સ્થળોની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે ખુજરાહો જવાનું શ્રેષ્ઠ હોઈ શકે છે. ખુજરાહોમાં તમે ભવ્ય મંદિરોથી લઈને ભવ્ય સ્થાપત્ય અને સૂર્યાસ્તના સુંદર દૃશ્યોનો આનંદ લઈ શકો છો. આ પ્રવાસનું સ્થળ તમારા માટે યાદગાર રહેશે.

જયપુર, રાજસ્થાન

રાજસ્થાનની રાજધાની જયપુર પણ જાન્યુઆરીમાં ફરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ સાબિત થઈ શકે છે. જયપુરમાં સિટી પેલેસ, હવા મહેલ, આમેર કિલ્લો, નાહરગઢ હિલ અને જલ મહેલની મુલાકાત લઈ શકો છો. આ ઉપરાંત તમે જયપુરમાં પ્રખ્યાત રાજસ્થાની ફૂડનો સ્વાદ લઈને તમારી મુસાફરીને યાદગાર બનાવી શકો છો.

ડોકી, મેઘાલય

મેઘાલયમાં સ્થિત ડોકીનું નામ નોર્થ ઈસ્ટના પ્રખ્યાત પ્રવાસ સ્થળમાં સામેલ છે. ખાસ કરીને જાન્યુઆરીમાં ડોકીની સુંદરતા સામે આવે છે. ડોકીથી તમે માત્ર બાંગ્લાદેશની સરહદ જ નહીં જોઈ શકો, પરંતુ તમે નદીઓ, ધોધ, પર્વતો અને જંગલોની મુલાકાત લઈને પણ તમારી યાત્રાને યાદગાર બનાવી શકો છો.

મદુરાઈ, તમિલનાડુ

મદુરાઈનું નામ તમિલનાડુના પ્રખ્યાત પર્યટન સ્થળોમાં ગણવામાં આવે છે, પરંતુ જાન્યુઆરી મહિનો મદુરાઈ ફરવા માટેનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. તમે અહીં જાન્યુઆરીમાં પ્રખ્યાત મમલ્લાપુરમ તહેવારનો આનંદ માણી શકો છો. ઉપરાંત તમે મીનાક્ષી મંદિરના ફ્લોટ ફેસ્ટિવલમાં ભાગ લઈને તમારી યાત્રાને ખાસ અને યાદગાર બનાવી શકો છો. 

  • Follow us on: