રોજિંદા જીવનમાં દરેક વ્યકિત વ્યસ્ત સમયમાં આહાર અને પોતાની ત્વચાની સંભાળ રાખતા હોય છે. આજની જીવનશૈલીમાં ખરાબ વાતાવણ, ખૂબ જ પ્રદૂષણ અને ખોટી ખાવા-પીવાની આદતોને કારણે ત્વચા અને સ્વાસ્થય પર ખરાબ અસર થાય છે. ઘણી નાની ઉંમરે ફેસ પર તેની ખરાબ અસર દેખાવા લાગે છે. ચહેરો નિસ્તેજ બની જાય છે. લોકો યુવાન દેખાવા માટે પોતાની ત્વચા માટે બજારમાં મળતા પ્રોડક્ટ્સ પર હજારો રૂપિયા ખર્ચ કરે છે. બજારમાં ઘણા પ્રકારના એન્ટી-એજિંગ સીરમ ઉપલબ્ધ હોય છે. જે ઘણા મોંઘા હોય છે. આવા સીરમ બજારમાંથી ખરીદવાને બદલે તમે ઘરે જ બનાવી શકો છો. જે તમારી ત્વચામાં કુદરતી ચમક લાવશે. અને ત્વચાને મુલાયમ, યુવાન અને ચમકદાર કરશે..
ફેસ સીરમ બનાવવા માટેની સામગ્રી નોંધી લો.
સો પ્રથમ એલોવેરાનો પલ્પ તમારા પાસે જે ઉપલ્બધ હોય ( બજારમાં કે પછી ઘરે ઉગાળેલા) એક ચમચી, ચોખાનું પાણી, બદામનું તેલના 5-6 ટીપાં
ફેસ સીરમ બનાવવા માટેની સરળ રીત
એલોવેરા ત્વચા માટે ખૂબ જ લાભદાયી હોય છે. જે તેના ઠંડકના ગુણોથી ત્વચા પરના ખીલને ઘટાડવામાં મદદ કરશે. બદામનું તેલ ત્વચા માટે પણ ખૂબ અસરકારક છે. બદામના તેલમાં વિટામિન A, E, D, કેલ્શિયમ, પોટેશિયમ, ઝીંક, આયર્ન, અને ઓમેગા-3 ફેટી એસિડ ભરપૂર માત્રામાં મળી આવતા હોય છે. ચોખાનું પાણી ત્વચાને હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે. આ બધા ઘટકો ત્વચા માટે ખૂબ જ લાભદાયી રહેશે. ચોખામાં ભરપૂર માત્રામાં પોષક તત્વો અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે નિસ્તેજતા દૂર કરશે, આ પાણી તમારા ચહેરાના સીરમનો બેસ બનીને કામ કરશે
આ સીરમ ચહેરા પર કેવી રીતે લગાવવું
ફેશિયલ સીરમ બનાવવા માટે સૌ પ્રથમ, એક બાઉલમાં 1 ચમચી ચોખાનું પાણી લઈ લો અને તેમાં એક ચમચી એલોવેરા પલ્પ ઉમેરો અને 5-6 ટીપાં બદામનું તેલ લઈ આ બધી જ સામગ્રી ભેગી કરો અને સારી રીતે મિક્સ કરો. આ પછી, આ સીરમને હવાચુસ્ત બોટલમાં રાખો. સીરમને ઠંડકવાળી જગ્યા પર રાખવાનો આગ્રહ રાખવો એટલે કે ફ્રીજમાં રાખો. રાત્રે સૂતા પહેલા તેને દરરોજ ચહેરા પર લગાવો. આ સીરમ ચહેરા પર લગાવવાથી ખીલ અને ખીલથી પણ છુટકારો મળશે અને ચહેરો ચાંદની જેમ ચમકવા લાગશે.
Disclaimer: આ પ્રકારની ચીજવસ્તુઓ આપ આપના સલાહકારની સલાહ લઈને જ તેનું અનુસરણ કરો. સંદેશ ન્યુઝ આ પ્રકારની કોઈ સલાહ કે સુચન આપતું નથી કોઈપણ પ્રકારની વસ્તુઓ નુસ્ખાઓ કે ટીપ્સને અનુસરતા પહેલા તમારી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરો.