દેનિક દિનચર્યામાં મહિલાઓને તેમના સ્વાસ્થય અને નિખાર માટે હંમેશા એકટીવ રહેતી હોય છે. ખાસ કરીને ત્વચાની જાળવણી માટે. જો તમે પણ ઘરે પાર્લર જેવી ચમક મેળવવા માંગતા હોવ તો તમારે કોફીને તમારી સ્કિન કેર રૂટીનનો એક ભાગ બનાવવી જોઈએ. કોફીમાંથી સ્ક્રબ બનાવવાની ખૂબ જ સરળ રીત છે આ ફેસ સ્ક્રબ બનાવવા માટે તમારે ન તો વધારે સામગ્રીની જરૂર પડશે અને ન તો વધારે સમય બગાડવો પડશે.
સદીઓથી સુંદરતા વધારવા માટે મહિલાઓ ઘણી સામગ્રીઓનો ઉપયોગ કરીને પોતાનો નિખાર વધારતી હોય છે. કોફીનો ઉપયોગ ફેસબેકમાં ખાસ કરીને કરાતો હોય છે. તે ત્વચાને ઠંડક આપે છે. તે કુદરતી કલ્નીઝર તરીકે પણ કામ કરે છે.
સોથી પહેલા આ સ્ક્રબ વાપરતા પહેલા તમારા સ્કીન મુજબ પેચ ટેસ્ટ કર્યા પછી જ તેનો ઉપયોગ કરવો.
શુષ્ક ત્વચા માટે ચહેરો સ્ક્રબ
શિયાળામાં લોકોની ત્વચા ઘણીવાર શુષ્ક થઈ જતી હોય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમારે અડધી ચમચી કોફી પાવડર અને એક ટેબલસ્પૂન દહીંની જરૂર પડશે. આ બંને વસ્તુઓને એક બાઉલમાં લો અને તેને સારી રીતે મિક્સ કરી દો હવે આ ફેસ સ્ક્રબને તમારા ચહેરા અને ગરદન પર લગાવો અને લગભગ 10 મિનિટ સુધી ગોળાકાર ગતિમાં મસાજ કરો.
ડાઘ દૂર કરતું સ્ક્રબ
ખીલ અથવા તો ડાઘથી છુટકારો મેળવવા માટે તમારે એક ચમચી કોફી પાવડર લેવો, એક ચમચી ચોખાનો લોટ અને બે ચમચી નવશેકું પાણીની જરૂર પડશે. આ બધી વસ્તુઓને એક બાઉલમાં લો અને તેને સારી રીતે મિક્સ કરી લો. આ જાડી પેસ્ટને તમારા ચહેરા પર લગાવો અને હળવા હાથે મસાજ કરો. કોફી પાવડર અને ચોખાનો લોટ એકસાથે ફોલ્લીઓ અને ડાઘ-ધબ્બા દૂર કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે.
નોંધનીય બાબત
વધુ સારા પરિણામો મેળવવા માટે થોડીવાર માટે ચહેરાને સ્ક્રબ કરીને રાખો. ચહેરાને સાફ કરવા માટે તમે હૂંફાળા પાણીનો ઉપયોગ કરી શકો છો. કોફી ફેસ સ્ક્રબ તમારી ત્વચાની ખોવાયેલી ચમક પુનઃસ્થાપિત કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે. તમે અઠવાડિયામાં લગભગ બે વાર આવા ફેસ સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો. જો કે, તમારા આખા ચહેરા પર કોફી ફેસ સ્ક્રબ લગાવતા પહેલા પેચ ટેસ્ટ કરવાનું ભૂલશો નહીં.
Disclaimer: આ પ્રકારની ચીજવસ્તુઓ આપ આપના સલાહકારની સલાહ લઈને જ તેનું અનુસરણ કરો. સંદેશ ન્યુઝ આ પ્રકારની કોઈ સલાહ કે સુચન આપતું નથી કોઈપણ પ્રકારની વસ્તુઓ નુસ્ખાઓ કે ટીપ્સને અનુસરતા પહેલા તમારી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરો.