• એક્નેની સમસ્યામાં ન નાંખો તેલ
  • ડેન્ડ્રફ ઘટાડવા તેલનો ઉપયોગ ટાળો
  • સ્કલ્પમાં ફોલ્લીઓને વધારે છે હેયર ઓઈલનો યૂઝ

વાળમાં આપણે સૌ ગમે ત્યારે તેલ નાંખી દઈએ છીએ, ક્યારેક અઠવાડિયામાં એકવાર તો ક્યારેક રોજ તેલ નાંખવાની ભૂલ પણ કરીએ છીએ. પરંતુ અનેક સમસ્યાઓ સમયે વાળમાં તેલ ન નાંખવું એ સારું રહે છે. જો તમે વાળ સંબંધિત કેટલીક સમસ્યાથી પીડાઓ છો તો તમારે તેલ નાંખવામાં ધ્યાન રાખવું જેથી તમારી મુશ્કેલીઓ ઘટી શકે. તો જાણો કઈ સ્થિતિમાં રહેવું સાવધાન.

એક્ને

માથામાં તે તેની આસપાસ એક્ને કે લાલ દાણા હોય તો વાળમાં તેલ ન નાંખો. તેલ આ દાણામાં જામી શકે છે અને સ્થિતિ બગડી શકે છે. માથાના એક્નેને દૂર કરવા માટે તમે વાળની સફાઈ રાખો અને તેને માથાની આસપાસ આવવાથી રોકો.

ડેન્ડ્રફ

વાળના મૂળમાં જમા થયેલું ડેન્ડ્રફ દૂર કરવા ઈચ્છો છો તો તેલ નાંખવાનું ટાળો તે જરૂરી છે. વાળના મૂળમાં જામેલા ડેન્ડ્રફને વિકસાવવા માટે તેલથી મદદ મળે છે. આ માટે માથું ડેન્ડ્રફથી ઢાંકેલું હોય તો તેની પર તેલ લગાવવાની ભૂલ ન કરો.

ઓઈલી સ્કેલ્પ

પહેલાથી વાળમાં તેલની પરત જમા થવાથી વાળ ગ્રીસી જોવા મળે છે અને તેમાં મેલ અને બિલ્ડઅપ જામવા લાગે છે. ઉપરથી તેલ લગાવવાથી આ મુશ્કેલી વધી શકે છે. કોશિશ કરો કે વાળ પર તેલ સામાન્ય રહે અને બિલ્ડઅપ ના જામે.

ફોલ્લીઓ

સ્કેલ્પમાં ફોલ્લીઓની સમસ્યા થઈ શકે છે. સ્કીન પર બેક્ટેરિયલ ફોલ્લીઓને ફેલાવવાનું કામ તેલ કરે છે. તેનાથી આ ફોલ્લીને ઠીક થવામાં મુશ્કેલી આવી શકે છે. આ કારણે તેલ ન લગાવવું સારું રહે છે.

આ છે તેલ લગાવવાનો યોગ્ય સમય

વાળમાં તેલ લગાવવાનો યોગ્ય સમય છે કે વાળ ધોતા પહેલા તેની માલિશ કરો. ઓછામાં ઓછા એક કલાક પહેલા વાળમાં તેલ લગાવો અને પછી વાળ ધોઈ લો. વાળ ધોયા બાદ માથામાં તેલ નાંખવાથી તે ચીકણા લાગે છે.

વાળ બાંધી દેવા

ધ્યાન રાખો કે તમે જ્યારે વાળમાં તેલ લગાવો છો તો વાળને બાંધો નહીં. વાળમાં માલિશ કર્યા બાદ હેયર ક્યૂટિકલ્સ ખુલે છે અને તેનાથી વાળ બાંધવાના કારણે વાળ તૂટવા લાગે છે. 

  • Follow us on: