• બીટ આપશે બરગંડી કલર
  • બીટનું બીટાલેન્સ એક કલર પિગમેન્ટ
  • હેયર કલર અને હેયર પેકના રૂપમાં કરો ઉપયોગ

મોટાભાગે એવું જોવા મળે છે કે સફેદ વાળને છુપાવવા માટે લોકો અનેક પ્રકારના કલરની મદદ લેતા હોય છે. આ માટે તેઓ વાળમાં મહેંદી લગાવવાનું પણ પસંદ કરે છે. પરંતુ આ કલર્સ પણ થોડા સમય બાદ ઉતરી જતા હોય છે. જો તમે કોઈ પણ પ્રકારના કલરની સાઈડ ઈફેક્ટથી બચવા ઈચ્છો છો તો તમે હેયર કલરને બદલે નેચરલ ટ્રિકનો યૂઝ કરી શકો છો. જેનાથી તમારા વાળ કલરવાળા અને સારા રહેશે. આજે વાત કરીશું વાળને બરગંડી કલર આપવાની. જો તમે બીટનો ઉપયોગ ખાસ રીતે કરશો તો તમે બરગંડી કલરના વાળ મેળવી શકો છો. બીટનું બીટાલેન્સ એક કલર પીગમેન્ટ છે. તેને તમે હેયર પેક અને હેયર કલરના રૂપમાં યૂઝ કરો. તો જાણો ખાસ ટ્રિક પણ.

બનાવો બીટનો હેયર માસ્ક

વાળને નરીશ કરવા માટે અને કલર કરવા માટે એક વાટકીમાં બીટનો પલ્પ, 4 ચમચી મહેંદી પાઉડર અને 2 ચમચી આમળાનો પાવડર મિક્સ કરો. તેની પેસ્ટ બનાવો. વાળના મૂળમાં તેને સારી રીતે લગાવી લો. પછી 2-3 કલાક બાદ વાળ ધોઈ લો.


બીટનું શેમ્પૂ

એક મોટું બીટ લો અને તેને ક્રશ કરી લો. તેનો જ્યૂસ એક વાટકામાં લો. તેમાં કોઈ પણ માઈલ્ડ શેમ્પૂ મિક્સ કરો અને તેને વાળમાં લગાવો. પછી નોર્મલ પાણીથી વાળ ધોઈ લો.

બીટ, આદુ અને જૈતૂનનું તેલ

એક વાટકી લો અને તેમાં 2 ચમચી બીટનો જ્યૂસ, 1 ચમચી ક્રશ કરેલું આદુ અને આદુનું તેલ અને 2 ચમચી જૈતૂનનું તેલ લો. આ તમામ સામગ્રીને સારી રીતે મિક્સ કરો અને સ્કેલ્પમાં લગાવો. હવે હળવા હાથે થોડી વાર સુધી મસાજ કરો. થોડી વાર રહેવા દો. પછી શેમ્પૂથી વાળ ધોઈ લો.

બીટ અને નારિયેળ તેલ

એક વાટકીમાં એક મોટું બીટ કાપી લો અને તેનો જ્યૂસ લો. તેમાં 4-5 ટીપાં નારિયેળનું તેલ મિક્સ કરો. હવે તેને બ્રશની મદદથી વાળમાં લગાવો. 2 કલાક સુધી વાળમાં રહેવા દો અને પછી હેયર વોશ કરી લો.

બીટ, બ્લેક ટી અને ગુલાબ

એક વાટકીમાં એક બીટનો રસ કાઢી લો અને તેમાં અડધો કપ બ્લેક ટી અને અડધો કપ ગુલાબજળ મિક્સ કરો. તમે આ સ્પ્રેને બોટલમાં ભરી લો. આ મિશ્રણને વાળ અને તેના મૂળમાં લગાવો. તમે તેને 1 કલાક બાદ ધોઈ લો. 

  • Follow us on: