• દરરોજ કેઝ્યુઅલ વેયર્સને કરો અવોઈડ
  • દેખાદેખી કરીને કોઈ ટ્રેન્ડને ફોલો ન કરો
  • આઉટફિટ્સની સાથે ફૂટવેયર પર ફોકસ જરૂરી

કહેવાય છે કે વ્યક્તિની ડ્રેસિંગ સેન્સ તેની પર્સનાલિટીને રજૂ કરે છે. આ માટે તેને પસંદ કરતી સમયે કેટલીક ખાસ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે. એક સ્ટ્રોન્ગ અને કોન્ફિડન્ટ પર્સનાલિટી લાઈફમાં આગળ વધવાનો રસ્તો સરળ બનાવી દે છે અને આ સમયે તમારો લૂક વધારે મહત્ત્વ ધરાવે છે. તો આજે ઓફિસ વેયર્સની સાથેની કેટલીક ખાસ વાતો જાણી લો.

કેઝ્યુઅલ વેયર્સને કરો અવોઈડ

ઓફિસમાં કેઝ્યુઅલ લૂક તમારા કેઝ્યુઅલ બિહેવિયર પણ રજૂ કરે છે. આ સાથે પ્રોફેશનલ લૂક તમારી સિરિયસનેસને રજૂ કરે છે. તો આ વાત પર ધ્યાન આપો. કોઈ એક લૂક કૅરી કરવું એ ખોટું નથી પણ જો અઠવાડિયાના 5 દિવસ તમે કેઝ્યુઅલ વેયર્સમાં જાઓ છો તો તે પણ યોગ્ય નથી.


સાઈઝ અને કમ્ફર્ટનું રાખો ધ્યાન

પરફેક્ટ ફિટિંગ અને કમ્ફર્ટની સાથે બેલેન્સ હોવું જરૂરી છે. સારા અને પરફેક્ટ ફિટિંગના કપડા તમને પ્રેઝન્ટેબલ બનાવે છે અને સાથે ટાઈટ કપડા અનકમ્ફર્ટેબલ ફીલ કરાવે છે. ઓફિસ માટે હંમેશા એવા કપડા પસંદ કરો જેને પહેરીને તમે સરળતાથી બેસી શકો અને કામ કરી શકો. બોડી ટાઈપ અનુસાર કપડા પહેરવાથી તમે કમ્ફર્ટેબલ અને કોન્ફિડન્ટ રહો છો. ક્યારેક દેખાદેખી કરીને કોઈ ટ્રેન્ડને ફોલો ન કરો. જરૂરી નથી કે તે તમારી પર સૂટ કરે અને તમે તેમાં કમ્ફર્ટેબલ રહો.

કપડાથી છલકશે તમારો આત્મવિશ્વાસ

કોન્ફિડન્ટ વ્યક્તિ લોકોને હંમેશા એટ્રેક્ટ કરે છે તો ઓફિસ માટે હંમેશા એવા કપડાંની પસંદગી કરો જે તમને કોન્ફિડન્ટ ફીલ કરાવે. પછી તે જીન્સ- શર્ટ હોય કે ડ્રેસ કે પછી સાડી. જો કલર કે ફેબ્રિકમાં પણ કોઈ ખાસ ચોઈસ હોય તો તેને પ્રાયોરિટી આપો. કેમકે ક્યાંક ને ક્યાંક કોન્ફિડન્સની અસર તમારા કામ પર પણ પડે છે.

ફૂટવેયર પર પણ કરો ફોકસ

ખાસ કરીને મહિલાઓનું ફોકસ કપડાં પર રહે છે. ફૂટવેયરની પસંદગીમાં તેઓ બ્રાન્ડ અને ક્વોલિટી પર વધારે ધ્યાન નથી આપતી જે ખોટી આદત છે. કપડાના કમ્ફર્ટની સાથે ફૂટવેયર પણ કમ્ફર્ટેબલ હોય તે જરૂરી છે. ખાસ કરીને લોકો તમારા કપડાં કરતા પહેલા ફૂટવેયર્સને નોટિસ કરે છે તો તેનું ધ્યાન રાખો. સારી ક્વોલિટીના કોઈ ફૂટવેયર ખરીદો જે કપડા સાથે સરળતાથી મેચ કરી શકાય. 

  • Follow us on: