- સૂટનું ફિટિંગ યોગ્ય હોય
- સ્લીમ ફિટ જીન્સથી મળશે પ્રોપર લૂક
- બ્લેક, ગ્રે કે ઓલિવ કલર્સની ટી શર્ટમાં દેખાશો બેસ્ટ
કપડા તો દરેક વ્યક્તિ પસંદ કરે છે પણ તેને પહેરવાની અને ખરીદવાની યોગ્ય આવડત હોવી પણ જરૂરી છે. અલગ અલગ અવસરોએ પહેરાતા અલગ કપડાંની સ્ટાઈલથી જાગૃત રહેવું જરૂરી છે. ક્યારેક તમે અયોગ્ય પસંદગીના કારણે ભૂલ કરી બેસો તેવું પણ બને છે. માટે જાણો કઈ રીતે તમારે કપડાની પસંદગી કરવી જરૂરી છે.
જો તમે જીન્સ- ટીશર્ટ પહેરવાનું કે શોર્ટ્સ કે સૂટ પસંદ કરો છો તો તમારે કેટલીક વાતનું ધ્યાન રાખવું. તેને પહેરવાથી તમે સ્માર્ટ અને મેચ્યોર્ડ દેખાશો. સાથે જ અન્યને જોવામાં પણ તે વિયર્ડ લાગશે નહીં. તો જાણો કેટલીક ટિપ્સને વિશે જેને અપનાવીને તમે પોતાને મેચ્યોર્ડ લૂક આપવા માટે કપડાની યોગ્ય પસંદગી કેવી રીતે કરશો.
સૂટનું ફિટિંગ યોગ્ય હોય
જો તમે ઢીલા કે નાના સૂટ પહેરો છો તો તમારી ઈમેજ ખરાબ બની શકે છે. આ માટે સૂટની પસંદગી કરતી સમયે ખ્યાલ રાખો કે સૂટના ખભાનું ફિટિંગ યોગ્ય હોય અને લંબાઈ પણ યોગ્ય હોય. આ રીતે તમે સંપૂર્ણ ફિટિંગના સૂટ પહેરશો તો મેચ્યોર્ડ દેખાશો.

જીન્સની પસંદગીમાં રાખો ધ્યાન
આજકાલ સૌથી વધારે ટ્રેન્ડિંગમાં જીન્સ છે. પરંતુ જો તેની યોગ્ય રીતે પસંદગી નહીં કરાય તો તમારા દેખાવ પર નકારાત્મક અસર થઈ શકે છે. જીન્સ ડાર્ક વોશ અને સ્લિમ ફિટ હોય તો સારું રહે છે. આ રીતની જીન્સના લૂકમાં તમે સુંદર દેખાશો અને તમે મેચ્યોર્ડ દેખાશો.
શોર્ટસ
મેચ્યોર્ડ લૂક માટે આ ફિટિંગ વિનાના હોવા ન જોઈએ, તે ઘૂંટણથી ઉપર સુધીના અને ફિટ હોવા જોઈએ. જો આવું હશે તો તમે શોર્ટસમાં પણ પરફેક્ટ લૂક મેળવી શકશો.
ટી શર્ટ
કાળા અને ગ્રે કે પછી ઓલિવ કલરની ટી શર્ટમાં તમારો લૂક વધારે મેચ્યોર્ડ લાગે છે. ટી શર્ટ પહેરવા માટે ખાસ ધ્યાન રાખો કે તમે સમયાંતરે તમારા કલર્સને ફેરબદલ કરતા રહો. તેનાથી તમને મેચ્યોર્ડ લૂક મળશે.
એસેસરીઝ
સંપૂર્ણ રીતે મેચ્યોર્ડ લૂક મેળવવા માટે કપડાની પસંદગીનું ધ્યાન રાખવું. આ સાથે પહેરવામાં આવતી નાની નાની ચીજોને ઈગ્નોર ન કરો. જેમકે સૂટની સાથે ટાઈ અને કફલિંક્સ કે પોકેટ સ્કોયર ન ભૂલો. તેનાથી મેચ્યોર્ડ લૂક મળશે.