- ઘરની વસ્તુઓથી મળશે પરફેક્ટ નિખાર
- નહીં પડે પાર્લર જવાની જરૂર
- ઓછા ખર્ચે મેળવો ગ્લોઈંગ સ્કીન
ગણેશ ચતુર્થીની સાથે જ તહેવારોની સીઝન શરૂ થઈ ચૂકી છે. આવનારા 10 દિવસો સુધી લોકો ગણેશજીની અલગ અલગ પંડાલમાં જઈને પૂજા કરશે અને બાપ્પાના દર્શન કરીને ધન્ય થશે. આ સમયે પરફેક્ટ લૂક મેળવવા માટે ડ્રેસિંગની સાથે સાથે સ્કીન અને મેકઅપનું ધ્યાન રાખવાનું જરૂરી બને છે. એવામાં મોંઘા સ્કીન પ્રોડક્ટ ખરીદવાને બદલે તમે સિંપલ સ્કીન કેર રૂટિનને ફોલો કરી લેશો તો તમે ફટાફટ સ્કીનમાં ફરક જોઈ શકશો.
ફેસ માસ્ક
જો તમારી પાસે પાર્લર જવાનો સમય નથી અને રૂપિયા પણ ખર્ચ કરવા નથી તો તમે ઘરે જ કમાલની ટ્રિક યૂઝ કરી શકો છો. તમે રસોઈમાં રહેલા બેસન, દહીં અને હળદરને થોડા થોડા પ્રમાણમાં મિક્સ કરો. તેનાથી એક ફેસ માસ્ક બનાવો. તમે તેને ચહેરા પર લગાવીને 20 મિનિટ માટે રહેવા દો. હવે આ માસ્કને ઠંડા પાણીથી ધોઈ લો. તમને વિશ્વાસ નહીં આવે પણ તમારી સ્કીનમાં ગ્લોની સાથે સાથે સ્મૂધ ફિલિંગ પણ આવશે. જેના માટે તમારે એકપણ રૂપિયાનો ખર્ચ કરવો પડશે નહીં.

આઈસ પેક
જો તમારે કોઈ પાર્ટીમાં જવું છે અને ચહેરા પર ઈન્સ્ટન્ટ ગ્લો જોઈએ છે તો તમે ઘરેલૂ નુસખો યૂઝ કરી શકો છો. આ જ ટ્રિક હાલમાં ચાલી રહેલી તહેવારની સીઝન માટે પણ યૂઝ કરી શકાય છે. આ માટે તમે બરફના ટુકડાથી ચહેરા પર હળવા હાથે મસાજ કરો. આ સિવાય તમે એક બાઉલમાં આઈસ ક્યૂબ અને પાણી ભરો. જ્યારે પાણી ચિલ્ડ થઈ જાય તો ફેસ તેમાં વારેઘડી ડુબાડો. તેનાથી ચહેરાનું સર્ક્યુલેશન સારું રહેશે અને ઈન્સ્ટન્ટ ગ્લો મળશે.
ઊંઘ પૂરી કરો
આરામદાયક ઊંઘ હેલ્થ માટે સારી હોય છે. પણ સ્કીન માટે પણ તે ફાયદારૂપ રહે છે. રોજ 7-8 કલાકની ઊંઘ દરેક વ્યક્તિ માટે જરૂરી છે. પ્રાકૃતિક રીતે સુંદરતાને નિખારવામાં તે મદદ કરે છે. ઊંઘ પૂરી થશે તો આંખ નીચે ડાર્ક સર્કલ્સ પણ નહીં રહે. લાલ આંખ અને સૂજેલી આંખની સમસ્યામાં પણ રાહત મળશે અને ફેસ પર ગ્લો આવશે.