• સરસિયાનું તેલ મિક્સ કરવાથી ઈન્ફેક્શનમાં રાહત મળશે
  • મહેંદીમાં દહી મિક્સ કરવાથી વાળને મળશે પોષણ
  • મધ મિક્સ કરવાથી વાળનું શાઈનિંગ વધશે

મહેંદી લગાવવાથી વાળમાં નવી ચમક આવે છે અને સાથે ડેમેજ રિપેરિંગની સ્પીડ પણ વધે છે. વાળ ભરાવદાર બને છે અને સાથે જો વાળ શુષ્ક થઈ ગયા હોય તો તેમાં પણ રાહત મળે છે. ક્યારેક એવું પણ બને કે વાળ સંભાળવામાં પણ મુશ્કેલી આવે. તો જાણો તમારે આ સમયે શું કરવું જેથી મહેંદીની સાથે વાળને પણ સારું પોષણ મળી રહે.

સરસિયાનું તેલ મિક્સ કરો

વાળને માટે હિના પેસ્ટ તૈયાર કરતી સમયે તમે તેમાં 3-4 ચમચી સરસિયાનું તેલ મિક્સ કરો. આ તેલ હાઈડ્રેશનના માધ્યમથી વાળને સોફ્ટ કરશે અને સાથે જ વાળનું શાઈનિંગ વધારવામાં મદદ પણ કરશે. તે વાળમાં કોઈ પણ ઈન્ફેક્શન લાવવાથી રોકશે.


ઈંડું મિક્સ કરો

જ્યારે તમે મહેંદી પલાળો છો તો તેમાં એક ઈંડાનો સફેદ ભાગ મિક્સ કરો. તેનાથી વાળનું પ્રોટીન જળવાઈ રહેશે અને વાળ સોફ્ટ પણ બનશે. મહેંદી વાળને કંડીશનિંગ કરે છે તો ઈંડું વાળની ચમકને વધારે છે. જે વાળ તૂટ્યા છે તેને પણ રિપેર કરવામાં મદદ મળી રહે છે.

દહીં મિક્સ કરો

જ્યારે તમે મહેંદી મિક્સ કરો ત્યારે તમે તેમાં દહીં અને ઈંડું મિક્સ કરીને લગાવી શકો છો. આ સાથે વાળ ભરાવદાર અને મજબૂત બને છે. દહીં વાળના પોષણની ખામીને દૂર કરે છે અને તેને સિલ્કી અને સોફ્ટ બનાવે છે. પહેલા દહીંને સારી રીતે ફેંટી લો અને પછી મહેંદીની સાથે તેની પેસ્ટ બનાવીને ઉપયોગમાં લો.


મધ મિક્સ કરો

દહીં, ઈંડું અને સરસિયાનું તેલ મિક્સ કરીને એકસાથે વાળમાં મહેંદી લગાવવામાં આવે તો સાથે જ મધ મિક્સ કરી લેવું ઉત્તમ રહે છે. તેનાથી વાળ સોફ્ટ અને શાઈની બને છે. વાળને માટે સૌથી પૌષ્ટિક હેયર માસ્ત બનાવતી સમયે આ ચીજોને એકસાથે મિક્સ કરી શકાય છે. તે વાળના ન્યૂટ્રિશનની ખામીને દૂર કરશે. તમે ઈચ્છો તો કોઈ પણ પ્રકારના વાળ પર તેને યૂઝ કરી શકો છો.


  • Follow us on: