- કાળી અડદની દાળ સ્કીન માટે ફાયદારૂપ
- સ્કીન ટેનિંગ, એક્ને અને ડાર્ક સ્પોટ્સમાં મળશે રાહત
- કૂલિંગ ઈફેક્ટ અને એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટીથી ભરપૂર છે દાળ
સ્કીન પર ટેનિંગ જમા થવું, પિગ્મેન્ટેશન, પિંપલ્સ અને કાળા ધબ્બા સાથે સંબંધી કોમન સમસ્યા છે. એવામાં અનેક લોકો મોંઘી પ્રોડક્ટને બદલે કેટલાક ઘરેલૂ ઉપાયો શોધતા રહે છે. સ્કીન પ્રોડક્ટ્સ લાંબા ગાળે સ્કીનને નુકસાન કરે છે. જો તમે આ સમસ્યાઓથી છૂટકારો ઈચ્છો છો તો તમે રસોઈમાં રહેલી કાળી અડદની દાળને યૂઝ કરી શકો છો.
સનબર્ન અને સ્કીન ટેનિંગ
કાળી અડદમાં કૂલિંગ ઈફેક્ટ હોય છે. તે સ્કીનની સાથે ટેનિંગ હટાવવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ કરવાની સરળ રીત એ છે કે તમે કાળી દાળને રાતભર પલાળી રાખો અને સવારે મિક્સરમાં પીસી લો. હવે તેમાં 3 ટેબલ સ્પૂન દહીં મિક્સ કરો. આ પેકને ફેસ અને ગરદન પર લગાવો. 15 મિનિટ સૂકાવવા દો. સૂકાયા બાદ તમે ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં 3 વાર આ ઉપાય કરવાથી રાહત મળશે.
ડાર્ક સ્પોટ્સ

એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટીથી ભરપૂર હોવાના કારણે તે એક્નેના નિશાન અને જૂના અનેક નિશાનને હટાવવામાં મદદ કરે છે. આ માટે રાત ભર પલાળેલી અડદની દાળને પીસી લો અને પેસ્ટ બનાવી લો. પેસ્ટમાં એક ચમચી ચોખાનો પાવડર મિક્સ કરી લો. સ્મૂધ પેસ્ટ માટે તેમાં લીંબુનો રસ મિક્સ કરો. તેને ચહેરા પર લગાવો અને 15 મિનિટ બાદ ધોઈ લો. અઠવાડિયામાં 2 વાર તેનો ઉપયોગ કરો.
સ્કીન કોમ્પલેક્શન
અડદની દાળમાં પ્રાકૃતિક બ્લીચિંગ ગુણ હોય છે જે સ્કીન ટોનને હળવો કરે છે. આ માટે અડદની દાળ અને 8-9 બદામ રાતે પલાળી લો. સવારે તેને પીસી લો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને 20 મિનિટ બાદ ઠંડા પાણીથી ધોઈ લો. તમારો રંગ ખીલી જશે. તમે તેને અઠવાડિયામાં 3 વાર ઉપયોગમાં લઈ શકો છે.
એક્ને માટે
અડદની દાળ રોમછિદ્રોને સાફ કરે છે અને એકસ્ટ્રા તેલને હટાવે છે, તેનાથી ખીલની સમસ્યામાં રાહત મળે છે. તેમાં પ્રાકૃતિક એન્ટીસેપ્ટિક ગુણ હોય છે જે ખીલ જન્માવનારા બેક્ટેરિયાને મારે છે. તેને માટે કાળી અડદની દાળને રાતે પલાળીને સવારે પીસી લો. તેમાં 2 મોટી ચમચી ગુલાબજળ અને 1 ચમચી ગ્લિસરીન મિક્સ કરો. તેમાં 2 ચમચી બદામ તેલ મિક્સ કરી ચીકણી પેસ્ટ બનાવો. તેને ફેસ પર એપ્લાય કરો અને 15-20 મિનિટ માટે સૂકાવવા દો અને પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો.