- કૉફી એક સારું સ્ક્રબિંગ બની શકે છે
- ફેસપેક સ્કીનનું સર્ક્યુલેશન વધારશે અને થાક દૂર કરશે
- એજિંગ સાઈન દૂર કરી ડાર્ક સર્કલ્સને કરશે દૂર
કૉફી અને ચા બંને એવા પીણા છે જેનો ઉપયોગ દિવસની શરૂઆતમાં કરવામાં આવે છે. તેની ચુસ્કીની સાથે પરિવારની સવાર સારી બને છે. સ્વાદથી ભરપૂર આ ડ્રિંક્સ તમને ઈન્સ્ટન્ટ એનર્જી આપવાનું કામ કરે છે.પણ કૉફી જે છે તે તમને એક્ટિવ રાખવાની સાથે સાથે સ્કીન પર નિખાર લાવવાનું કામ પણ કરે છે. જાણો કેવી રીતે ઉપયોગ કરવાથી કયા ફાયદા મળશે.
સ્ક્રબિંગ માટે છે બેસ્ટ

સ્વાદમાં કડવી લાગતી કૉફી એક બેસ્ટ ફેસ સ્ક્રબ બની રહે છે કેમકે તે સ્કીનને એક્સફોલિએટ કરે છે. આ સ્કીન સેલ્સને ધીરે ધીરે એક્સફોલિએટ કરે છે અને અશુદ્ધિને દૂર કરે છે. તેનાથી સ્કીન મુલાયમ અને તાજા બની રહે છે. આ સિવાય તે સેલ્યુસલાઈટના રૂપને વધારવા માટે અને સ્કીનને ટાઈટ કરવામાં મદદ કરે છે.
ચહેરાને બનાવો ચમકદાર
જો તમે કૉફીને ફેસપેકની જેમ ફેસ પર એપ્લાય કરો છો તો તે ચહેરાના સોજાને ઘટાડે છે અને સાથે સ્કીનના બ્લડ સર્ક્યુલેશનને પણ સારું બનાવે છે. આ ચહેરાના થાકને પણ દૂર કરવામાં તમારી મદદ કરે છે.
એજિંગ સાઈનથી બચાવે છે
કૉફીમાં ફિનોલ જેવા એન્ટીઓક્સીડન્ટ્સ મળે છે જે રેડિકલથી લડવામાં મદદ કરે છે અને સ્કીનને થતા નુકસાનથી બચાવે છે. તેનાથી સ્કીન એજિંગ સાઈન જેવી કે ફાઈન લાઈન્સ અને કરચલીઓથી રાહત મળે છે. તે ખીલ અને હાઈપર પિગમેન્ટેશનને ઘટાડવાનું કામ કરે છે.
ડાર્ક સર્કલ્સને ઘટાડે છે
આંખની નીચે થતા ડાર્ક સર્કલ્સને પણ ઘટાડવાનું કામ કરે છે. સાથે તે સ્કીન ટોનને મોઈશ્ચરાઈઝ પણ કરે છે અને સાથે સૂજેલી આંખને તરત રાહત આપવામાં પણ મદદ કરે છે.