• નવરાત્રિમાં દરેક ચહેરો દેખાશે સુંદર
  • ખાસ મેકઅપ ટિપ્સ કરશે તમારી મદદ
  • યોગ્ય રીતે કરો પ્રાઈમર, લાઈનર, લિપસ્ટિકનો ઉપયોગ

નવરાત્રિ સેલિબ્રેશનમાં ગરબા અને ડાંડિયા પણ રમવામાં આવે છે. આ તહેવારનો અલગ જ ક્રેઝ જોવા મળે છે. પુરુષોની સાથે સાથે મહિલાઓ અને યુવાનોમાં આ તહેવારને લઈને અલગ જ થનગનાટ રહેતો હોય છે. પારંપરિક અને વેસ્ટર્ન પોષાકમાં દરેકને સુંદર દેખાવવાની રેસ લાગે છે. આ સમયે મેકઅપ પણ મોટો રોલ નિભાવી જાય છે. જો તમે મેકઅપમાં નાની ભૂલો કરો છો તો તમારો લૂક બગડી શકે છે.

પ્રાઈમરથી કરો મેકઅપની શરૂઆત

હંમેશા મેકઅપની શરૂઆત પ્રાઈમરથી કરો. આ માટે ચહેરા પર તેને સારી રીતે એપ્લાય કરો. આમ કરવાથી મેકઅપ કરવામાં સરળતા રહેશે અને સ્કીન ગ્લોઈંગ જોવા મળશે.


ડાઘ ધબ્બાને કરો દૂર

ચહેરાના ડાઘ ધબ્બાને દૂર કરવા માટે ફેસ પર કંસીલરનો ઉપયોગ કરો. કંસીલરને આંખની નીચે, આઈબ્રોઝની વચ્ચે એપ્લાય કરો. આમ કરવાથી ચહેરો બેદાગ દેખાશે.

પાવડરને પણ ખાસ રીતે કરો યૂઝ

ફાઉન્ડેશન અને ફેસ પાવડરનો ઉપયોગ કરવાનું ટાળો. જરૂરી હોય તો ફાઉન્ડેશન લગાવવા માટે ભીના સ્પંજનો ઉપયોગ કરો. આમ કરવાથી મેકઅપ લાંબા સમય સુધી ટકી રહે છે.

આંખનો મેકઅપ કરતા રાખો સાવધાની

તમારો શણગાર આંખની સુંદરતાથી વધુ ખીલે છે. કાજલ વિના આંખનો મેકઅપ અધૂરો રહે છે. જો તમે આઈ મેકઅપને માટે જેલ લાઈનરનો ઉપયોગ કરવા ઈચ્છો છો તો તમારી કાજલ પેન્સિલને જેલ આઈલાઈનરના રૂપમાં યૂઝ કરી શકો છો.  

  • Follow us on: