વેલેન્ટાઈન ડે સાતમા દિવસે એટલે કે 13 ફેબ્રુઆરીએ કિસ ડે મનાવવામાં આવે છે. આ દિવસ દરેક પાર્ટનર માટે ખાસ હોય છે. આ દિવસે પાર્ટનર ચુંબન દ્વારા પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે, આ દિવસ પોતનો સંબંધ મજબૂત બનાવવા અને પ્રેમ વ્યક્ત કરવાનો દિવસ છે. જાણીએ તેના ઈતિહાસ અને તેનુ મહત્વ


  • 7 ફેબ્રુઆરીથી શરુ થઈ 14મી ફેબ્રુઆરી વેલેન્ટાઇન વીક ઉજવવામાં આવે છે.
  • આ દિવસ પોતનો સંબંધ મજબૂત બનાવવા અને પ્રેમ વ્યક્ત કરવાનો દિવસ છે.

પ્રેમની સુગંધ હવામાં બધે ફેલાયેલી હોય છે. બધા પ્રેમીઓ વેલેન્ટાઇન વીકની ઉજવણી કરી રહ્યા છે અને આ અઠવાડિયાને પ્રેમથી ભરપૂરથી એકવીજીને પોતનો પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે. આ રોમેન્ટિક વીક 7 ફેબ્રુઆરીથી રોઝ ડેથી શરુ થાય છે. આ અઠવાડિયાના સાતમા દિવસે એટલે કે 13 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસ પાર્ટનર માટે ખૂબ જ ખાસ હોય છે. જો તમે પણ તમારા જીવનસાથી સાથે પ્રેમને વ્યક્ત કરવા માગો છો તો ચાલો જાણીએ કિસ ડેનો ઇતિહાસ અને તેનું મહત્વ

કિસ ડે ક્યારે હોય છે

વેલેન્ટાઈનના સાતમા દિવસે એટલે કે 13મી ફેબ્રુઆરીએ કિસ ડે મનાવવામાં આવે છે. આ દિવસ એટલે કે કિસ ડે વેલેન્ટાઈનના એક દિવસ પહેલા અને હગ ડેના બીજા દિવસે ઉજવે છે,

કિસ ડેનો ઇતિહાસ

કિસ ડે ક્યારે અને કોણે ઉજવવાનું શરુ કર્યું તે વિશે કોઈ ચોક્કસ માહિતી નથી પણ તેની લોકપ્રિયતા 20મી સદીના અંતમાં જોવા મળી હતી. પોપ કલ્ચરમાં વેલેન્ટાઇન ડેના વધતા વલણને કારણે જ કિસ ડે આ અઠવાડિયાનું મુખ્ય આકર્ષણ બની ગયું અને તમારા જીવનસાથીની નજીક લાવવું અને પોતાની ભાવનાને પ્રોત્સાહન આપવું ખૂબ જ અગત્યનુ બની ગયુ.

કિસ ડેનું મહત્વ

કિસ ડે, જે રીતે નામ ઓળખાય છે. તે તમારા જીવનસાથી સાથે રોમાંસ વધે તે માટે આ દિવસ છે. તમારા પાર્ટનરને પ્રેમાળ ચુંબન આપીને અને ફક્ત તમારા સંબંધને મજબૂત બનાવતા નથી હોતો પણ તેમને ખાસ અનુભવ પણ કરાવવાનો હોય છે. આ દિવસ તમારા સંબંધોને પ્રેમ અને સ્નેહથી ભરી દે છે. કિસ એ પ્રેમ વ્યક્ત કરવાની એક સુંદર રીત પણ છે, જે કંઈ પણ કહ્યા વિના જ તમારો પ્રેમ સામેની વ્યક્તિ સુધી પહોંચાડે છે. આ તમારા અને તમારા પાર્ટનર વચ્ચેના બંધનને મજબૂત અને નિકટતાની લાગણી વિકસાવે છે.

કિસ ડે ઉજવણી

વેલેન્ટાઇન વીકના અન્ય દિવસોની જેમ તમે પણ તમારા જીવનસાથીને ભેટ આપીને ઉજવણી કરી શકો છો તેનાથી વિપરીત કિસ ડે પર કોઈપણ પ્રકારના બિનજરૂરી ખર્ચની જરૂર નથી હોતી તમે આખો દિવસ તમારા જીવનસાથી સાથે આ દિવસની ઉજવણીમાં વિતાવી શકો છો. તે એ કામ કરી શકે છે. તમે પિકનિક ડેટ પર કે પછી તમારા ઘરમાં આરામથી તમારી મનપસંદ ફિલ્મો જોવાનો પ્લાન બનાવી શકો છો, તમારું મનપસંદ ભોજન પણ બનાવી શકો ક્ બહારથી ઓર્ડર પણ કરી શકો છો. એકબીજાને હાથથી બનાવેલી ભેટો આપી શકો છો અને એકબીજા માટે ફૂલો ખરીદીને ભેટ સ્વરુપે આપી શકો છો.

  • Follow us on: