- સાડીમાં પણ મેળવી શકશો ખાસ લૂક
- લહેંગાની સાથે લાઈટ મેકઅપથી મળશે હટકે લૂક
- ટ્રેડિશનલ આઉટફિટ્સ વધારશે તમારી સુંદરતા
બોલિવૂડ એક્ટ્રેસ તમન્ના ભાટિયા પોતાની સાદગીના કારણે સ્ટાઈલિશ લુક્સ સાથે હંમેશા ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ ટ્રેડિશનલ વેયરમાં પણ સુંદર લાગે છે. આ ફેસ્ટિવલ સીઝનમાં તમે તેના કેટલાક ખાસ લૂક્સથી ઈન્સ્પાયર થઈ શકો છો. તો જાણો કેવી રીતે સાડી અને અન્ય આઉટફિટ્સને ટ્રાય કરી શકાશે.

હોટ પિંક સાડીમાં તમન્ના ભાટિયાનો લૂક કોઈ ગ્લેમરથી ઓછો લાગી રહ્યો નથી. એક્ટ્રેસે સાડી સાથે સ્લીવલેસ બ્લાઉઝની પસંદગી કરી છે. એક્ટ્રેસે આ આઉટફિટની સાથે સટલ મેકઅપ પસંદ કર્યો છે. તેનાથી તે સુંદર લાગી રહી છે.

પર્લ શેડ લહેંગામાં તમન્ના ભાટિયાનો લૂક વધારે સુંદર લાગી રહ્યો છે. કટ આઉટ પેટર્નનો ડ્રેસ ડિફરન્ટ ફેશન સેન્સમાં સુંદર લાગે છે. તેમના ડ્યુઈ મેકઅપ અને સ્લકી હેયર સ્ટાઈલ ઘણી સુંદર લાગી રહી છે.

લેવેન્ડર ગ્રીન કલરની સાડીમાં તમન્ના ભાટિયાનો લૂક કોઈ પરીથી ઓછો લાગી રહ્યો નથી. એક્ટ્રેસે કોણી સુધીનો બ્લાઉઝ પહેર્યો છે અને તેની પર હેવી વર્ક છે. ન્યૂડ શેડ મેકઅપમાં તમન્નાનો લૂક ગોર્જિયસ લાગી રહ્યો છે.

લાઈમ ગ્રીન લહેંગામાં તમન્નાનો લૂક સુંદર લાગી રહ્યો છે. એક્ટ્રેસ આઉટફિટને મેટ કરતા સ્ટેટમેન્ટ જ્વેલરી કૅરી કરે છે. ફેસ્ટિવ સીઝનને માટે તમન્ના ભાટિયાનો આ લૂક તમને સૂટ કરી શકે છે.