ભારતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના ધીરેધીરે હવે ગંભીર સ્વરૂપ લઈ રહ્યો છે. પ્રારંભમાં કોરોનાના સક્રિય દર્દીઓ વધ્યા હતા પરંતુ હવે કોરોનાના કારણે મોત થવાના કિસ્સા સામે આવ્યા લાગ્યા છે. વર્ષ 2019 અને 2020માં કોરોના હાહાકાર બાદ લોકો ફિટેનસ પ્રત્યે જાગૃત થયા હતા. પરંતુ થોડા સમયમાં ફરી પાછા લોકો જીવનશૈલીને લઈને બેદરકાર બન્યા છે. આવી સ્થિતિમાં તમે સવારે ફક્ત 15 મિનિટનો સમય આપી પોતાની ફિટનેસ ફિટ રાખી શકો છો.
આળસ છોડી ફિટનેસ પર આપો ધ્યાન
આપણે રસ્તા પર અને બગીચામાં અનેક લોકોને મોર્નિંગ વોક કરતા જોઈએ છીએ. જ્યારે કેટલાક લોકો આળસ અને બેદરકારીના કારણે પથારીમાંથી ઉઠ્યા બાદ પણ કોઈપણ પ્રકારની કસરત કરતા નથી. સોશિયલ મીડિયામાં વયસ્ત લોકોની સવાર જ મોડી પડે છે અને લાંબા ગાળે સ્વાસ્થ્ય સમસ્યાનો શિકાર થાય છે. આવા લોકો માટે અત્યારે જોવા મળતો કોરોના નવો વેરિએન્ટ એક એલાર્મ છે. લોકોએ આળસ છોડી સવારે ફક્ત 15 મિનિટ એકસરસાઈઝ કે યોગ કરવા જોઈએ. અહીં અમે તમને કેટલાક યોગાસનો અને કસરતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને ફિટ રાખવામાં મદદ કરશે. ચાલો જાણીએ તેના વિશે.
સવારે ઉઠ્યા પછી ફિટનેસ જાળવી રાખવો 15 મિનિટ આપોઅને આ યોગાસન અને કસરતથી જરૂર લાભ થશે.
સૂર્ય નમસ્કાર : સવારે ઉઠ્યા બાદ સૌથી અસરકારક યોગ સૂર્ય નમસ્કાર છે. જો તમને વિવિધ યોગ કરવાનો સમય ના હોય તો ફક્ત 5 કે 11 સૂર્ય નમસ્કાર કરશો તો પણ વધુ સારા પરિણામ મળશે. સૂર્ય નમસ્કારમાં ઉગતા સૂર્ય તરફ મુખ કરવામાં આવે છે. સૂર્યનમસ્કારનો અભ્યાસ કરવાથી શરીર નિરોગી બને છે મગજ વધુ તેજસ્વી બને છે. સૂર્ય નમસ્કાર કરાતી 12 ક્રિયા સમગ્ર શરીરને સંતુલિત કરવામાં મદદ કરે છે. આ યોગને આત્મા કહેવાય છે શારિરીક સ્વસ્થતા સાથે માનસિક સ્વાસ્થ્યમાં પણ સુધારો કરે છે.
અધોમુક્ત શ્વાનાસન :
સવારના તાજગીભર્યા વાતાવરણમાં આ આસન કરવાથી કરોડરજ્જુ વધુ મજબૂત થાય છે અને કમરના દુઃખાવામાં રાહત મળે છે. આજકાલ લોકોમાં આપણે સાંધાની તકલીફ અને ઘૂંટણની તકલીફની સમસ્યા જોઈએ છીએ. જો શરૂઆતથી જ આ આસન નિયમિતપણે કરવામાં આવે તો આ સમસ્યાનો કયારે પણ સામનો કરવો પડતો નથી. આ આસનમાં મુખ્યભાર હાથ પર અને પાછળના પગ પર હોય છે. ખાસ કરીને લાંબા સમય સુધી જે સ્ત્રીઓ બેસીને કામ કરે છે તેમના માટે આ આસન વધુ લાભદાયી છે.
સ્ટ્રેચિંગ : સવારના સમયે કરાતી હળવી કસરત તમારા આખા દિવસને વધુ ઓકસિજન પૂરું પાડે છે એટલે કે આ સામાન્ય કસરત રાત્રિની ઠંડીમાં જકડાઈ ગયેલ અંગોને કાર્યરત કરે છે. સવારે ઉઠ્યા બાદ સ્ટ્રેચિંગ કરવાથી શરીરના સ્નાયુઓ ખુલે છે અને શરીર હળવું લાગે છે. ફ્કત 15 મિનિટ જેટલો સમય સ્ટ્રેચિંગ કરશો તો શરીર ફિટ રહે છે અને ચરબીનું સ્તર વધતું નથી તેમજ સ્નાયુઓ પણ મજબૂત બને છે.
એરોબિક્સ : આ કસરત યુવાનોને કરવી વધુ પસંદ આવે છે. કારણ કે એરોબિક્સમાં સંગીત સાથે કસરત કરવાનો વધુ આનંદ આવે છે. ઓફિસ જનારા લોકોએ આખા દિવસનો સ્ફૂર્તિમાં રહેવા માટે અને માનસિક તણાવ દૂર કરવા આ કસરત જરૂર કરવી જોઈએ. સવારના સમયે એરોબિક્સ કરવાથી શરીરનો આકાર શેપમાં આવે છે અને સ્નાયુઓ મજબૂત બને છે.
આદતો બદલશો તો સ્વાસ્થયમાં થશે લાભ
કેટલાક લોકો ઉઠતાની સાથે જ મોર્નિંગ વોક માટે નીકળી જાય છે, જ્યારે ઘણા લોકો સવારે આળસને કારણે પથારીમાંથી ઉઠતા પણ નથી. જો તમે લાંબા સમય સુધી સ્વસ્થ અને યુવાન રહેવા માંગતા હો, તો તમારે તમારી આદતોમાં થોડો ફેરફાર કરવો જોઈએ. સવારે તમારી દિનચર્યા ગમે તેટલી વ્યસ્ત હોય, તમારે દરરોજ ઓછામાં ઓછી 15 થી 30 મિનિટ પોતાના માટે કાઢવી જોઈએ. આ સમય દરમિયાન, તમારે તમારી જરૂરિયાત અને પસંદગી અનુસાર યોગ અથવા કસરત કરવી જોઈએ.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.













