સુંદર પહાડોની સાથે નગીનાની જેમ સજાવેલું કોડાઇકેનાલ દેશનું મનમોહક હિલસ્ટેશન છે. નેચરલ બ્યૂટીની સાથે અહીં રોમેન્ટિક પળોની શોધમાં નીકળેલા કપલ્સ અને હેલ્થ બેનિફિટ માટે તાજગી શોધવા આવતા ટૂરિસ્ટને માટે અહીંનું સૌંદર્ય અસીમ રહે છે. એક ખાસ એટ્રેક્શન તેમને અહીં ખેંચી લાવે છે.


કોડાઇકેનાલ સમુદ્રતટથી 2133 મીટરની ઊંચાઇ પર છે. તમિલનાડુના પશ્ચિમઘાટની પલાની પહાડોમાં આવેલું આ સહેર લગભગ 21 વર્ગ કિમી ક્ષેત્રમાં આવેલું છે. સુંદર પ્રાકૃતિક છટાના કારણે તેને દક્ષિણ ભારતનું સ્વિત્ઝરલેન્ડ કહેવામાં આવે છે. અહીં ઠંડા પવનોને જોઇને વિશ્વાસ થતો નથી કે આ વિસ્તારમાં આટલું ઠંડું વાતાવરણ હોઇ શકે છે.

આગ ઝરતી ગરમીથી બચવાને માટે અહીં અનેક ટૂરિસ્ટ આ સીઝનમાં આવતા રહે છે. આ જ કારણ છે કે અહીં ટૂરિસ્ટની ભીડ રહે છે. 12 વર્ષમાં એકવાર ખીલતા કુરુંજી ફૂલ જોવા અહીં અનેક ટૂરિસ્ટ આવે છે. આ ફૂલ ફક્ત કોડાઇકેનાલમાં જ જોવા મળે છે. ચારે તરફ એકાશિયા અને પિયરના વૃક્ષો અહીંની સુંદરતાને વધારી દે છે.

ક્યાં રહેશો?

કોડાઇકેનાલમાં બીયર શોલા રોડ અને સેવન રોડના મુખ્ય બજારોમાં હોટલ અને લૉજ છે. અહીં તમે તમારા બજેટના આધારે રહેવાન વ્યવસ્થા પસંદ કરી શકો છો.

કેવી રીતે જશો?

કોડાઇકેનાલનું નજીકનું રેલ્વે સ્ટેશન અને હવાઇ અડ્ડા મદુરાઇ 120 કિલોમીટર છે. ચેન્નઇ અને કોઇમ્બતૂરથી મદુરાઇ સડક, રેલ અને હવાઇમાર્ગથી જોડાયેલું છે. મદુરાઇ થી કોડાઇકેનાલ સુધી બસ કે ટેક્સીમાં 3-4 કલાકમાં જઇ શકાય છે.

ક્યારે જવું?

આમ તો કોડાઇકેનાલની સીઝન આખું વર્ષ પર્યટકોને આર્કષિત કરે છે. અહીં નવેમ્બર- ડિસેમ્બરમાં ભારે વરસાદની સીઝન રહે છે. આ સિવાય કોઇપણ મહિનામાં અહીંની મુલાકાત લઇ શકાય છે.

કોડાઇકેનાલ લેક

24 હેક્ટરમાં ફેલાયેલી આ જગ્યા અહીંનું જાણીતું પર્યટન સ્થળ છે. સ્ટાર ફિશ ડિઝાઇન જેવા લેકમાં શિકારની સવારી કરીને કાશ્મીરના ડલ લેક ઝીલની મજા લઇ શકાય છે. લેકની સાથે બનેલી સડકો પર ઘોડેસવારી કરીને અહીં પ્રકૃતિની સુંદરતા માણી શકાય છે.

બેરિઝમ લેક

કોડાઇકેનાલ લેકની એક તરફ બેરિઝમ લેકનું સૌંદર્ય અપાર છે. અહીં કોડાઇકેનાલ બસસ્ટેન્ડથી 20 કિમીના અંતરમાં જઇ શકાય છે. અહીં લોકો પિકનિક માટે આવે છે. આ લેક અહીંના પેરિયાકુલમ નગરને પાણી પહોંચાડે છે.

બ્રાયંટ પાર્ક

બેરિઝમ લેકની પાસે આવેલું આ પાર્ક 20 એકરમાં બનેલું છે. પાર્કમાં ફૂલો અને સાથે કેટલાક ખાસ પ્રકારના વૃક્ષો છે. જે અહીંના પહાડો પર જોવા મળે છે, 160 વર્ષ જૂનું યુકેલિપ્ટસનું ઝાડ અહીંની ખાસિયત છે જે લગભગ 250 ફીટ ઊંચું છે.

 કુરિનજી અંદાવાર મંદિર

કોડાઇકેનાલ લેકથી 3 કિમી દૂર કુરિનજી અંદાવાર મંદિર છે, જેમાં ભગવાન મુરુગનની પૂજા થાય છે. કુરિનજીનું તમિલમાં અર્થ પહાડી વિસ્તાર એવો થાય છે. અંદાવારનું અર્થ ભગવાન થાય છે. અહીંથી પલાનીની પહાડીઓને જોવાનો આનંદ મળે છે.

અન્ય સ્થળ

આ સિવાય અનેક દર્શનીય સ્થળ અને મનમોહક સ્થળ છે. જેમાં કોકર્સ વૉક, ડૉલ્ફિન નોઝ, કોડાઇકેનાલ સોલર ઓબ્જર્બેટરી, ગ્રીન વૈલી પ્લાન્ટ, પિલર રોક્સ, બીયર શોલા ફોલ, ટેલિસ્કોપ હાઉસ, થાલાઇયર ઝરણું, ડોલમેન સર્કલ મુખ્ય છે. 

  • Follow us on: