• 20મી સદીમાં થઈ ફ્રેન્ડશીપ ડેની શરૂઆત
  • આ દિવસે મિત્રોને ખાસ ગિફ્ટ, મેસેજ અપાય છે
  • મિત્રો સાથે આઉટિંગનો પ્લાન કરાય છે

આપણે ત્યાં કહેવત છે ને...મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ હોય. દરેક વ્યક્તિના જીવનમાં એક આવો મિત્ર હોવો જરૂરી છે. આવતીકાલે એટલે કે 4 ઓગસ્ટે મિત્રતા દિવસ એટલે કે Friendship Dayની ઉજવણી થઈ રહી છે. તો જાણો આ દિવસ શા માટે ઉજવવામાં આવે છે અને તેનું મહત્ત્વ શું છે.

શા માટે ઉજવાય છે Friendship Day

ફ્રેન્ડશીપ ડેની શરૂઆત 20મી સદીની શરૂઆતમાં સંયુક્ત રાજ્ય અમેરિકામાં થઈ હતી. બન્યું એવું કે 1919માં હોલમાર્ક કાર્ડ્સના જોયસ હોલે દોસ્તીની ઉજવણી કરવાનો વિચાર મૂક્યો અને પછી 1935માં સંયુક્ત રાજ્યએ ઓગસ્ટના પહેલા રવિવારને રાષ્ટ્રીય મિત્રતા દિવસ તરીકે જાહેર કર્યો.

આ પરંપરા જલ્દી જ લોકપ્રિય બની

આ પરંપરા વર્ષ 1940-1950 ની વચ્ચે લોકપ્રિય થઈ, લોકો તેમના મિત્રો પ્રત્યે તેમની પ્રશંસા વ્યક્ત કરવા ગિફ્ટ્સ, કાર્ડ અને સંદેશાઓની આપ-લે કરતા હતા. 1960-1970ના દાયકામાં આર્જેન્ટિના, બ્રાઝિલ અને ભારત જેવા દેશોએ આ પરંપરા અપનાવવા સાથે ફ્રેન્ડશિપ ડેને વધુ વ્યાપક માન્યતા મળી. 1997માં યુનાઈટેડ નેશન્સે 30 જુલાઈને આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ તરીકે જાહેર કરીને તેની વૈશ્વિક માન્યતાને મજબૂત બનાવી. તે પછી વર્ષ 2011માં ઓગસ્ટના પહેલા રવિવારને ફ્રેન્ડશિપ ડે તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી.

ફ્રેન્ડશીપ ડે પાછળ શું વિચાર છે?

- મિત્રો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવો.

- મિત્રતા માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવી.

- નવા સંબંધો બનાવવા.

- જીવનમાં મિત્રતાના મહત્વની ઉજવણી પણ જરૂરી.

ફ્રેન્ડશીપ ડે કેવી રીતે ઉજવવો

- ગિફ્ટ્સ અને કાર્ડની આપ-લે કરો.

- મિત્રો સાથે ક્વોલિટી ટાઈમ વિતાવો

- સોશિયલ મીડિયા પોસ્ટને મેસેજ કરો અને શેર કરો.

- મિત્રો સાથે બહાર જવાનું રાખો.

  • Follow us on: