• એથનિકથી લઈને કેઝ્યુઅલ આઉટફિટ્સની કરો પસંદગી
  • સિલ્ક સાડી કે લહેંગા સાથે ચોકર સેટથી મળશે પરફેક્ટ લૂક
  • લાઈટ કલરના આઉટફિટ્સ સાથે ન્યૂડ મેકઅપ લૂક રહેશે પરફેક્ટ

આવતીકાલે એટલે કે 2 ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મદિવસની ઉજવણી કરાશે. મોદી સરકારે આ દિવસને સ્વચ્છતા સાથે જોડીને પ્લાસ્ટિકના ઉપયોગની સામે દેશવ્યાપી અભિયાન શરૂ કર્યું હતું. આ દિવસને ખાદીના કપડાની સાથે જોડીને પણ ઉજવવામાં આવે છે. ગાંધીજી ખાદીના સમર્થક હતા. મોર્ડન યુગમાં પણ ખાદીને મહત્ત્વ આપવામાં આવે છે.

લગ્નથી લઈને અન્ય ફંક્શનમાં પણ થાય છે યૂઝ

લગ્નથી લઈને અનેક અન્ય ફંક્શનમાં પણ ખાદીના કપડાનો ઉપયોગ કરાવવા લાગ્યો છે. ખાદીનું કપડું જેટલું કમ્ફર્ટેબલ હોય છે તેટલું જ સ્ટાઈલિશ પણ હોય છે. મેડ ઈન ઈન્ડિયાના વધતા ક્રેઝને કારણે ખાદીના કપડા લોકોમાં જાણીતા બન્યા છે. તો જાણો કઈ રીતે તેને સ્ટાઈલ કરવા જેથી સૌ કોઈ તમારા વખાણ કરે.

ફંકી ખાદી આઉટફિટ

આમ તો ખાદીના કપડા દરેક સીઝનમાં સ્ટાઈલિશ રહે છે. ખાસ અવસરે તમે ડાર્ક અને ફંકી કલરના ખાદી આઉટફિટ્સ પહેરી શકો છો. આ સાથે જ સિલ્કના લહેંગાની સાથે ખાદી હેન્ડવર્ક કે ખાદી બ્રાઈડલ આઉટફિટ પણ તમારા લૂકને પરફેક્ટ બનાવે છે.

વેરાયટીનું રાખો ધ્યાન

સમયની સાથે સાથે ખાદીમાં અનેક કલર્સ અને વેરાયટી આવી છે. તમે એથનિકથી લઈને કેઝ્યુઅલ આઉટફિટને પસંદ કરી શકો છો. આ સિવાય ખાદીના લોન્ગ ફ્રોક, સિલ્કની સાડી અને ખાદીના કૂર્તા પણ લૂકને વધારે સ્ટાઈલ કરી શકે છે.

એક્સેસરીઝ

ખાદી આઉટફિટની સાથે ધ્યાન રાખવું કે કેવી એક્સેસરીઝ પહેરવી. તમે સિલ્કની સાડી કે લહેંગાની સાથે ચોકર સેટ ખાદીના લુકને વધારે સુંદર બનાવી દેશે.

કેવો મેકઅપ કરવો

મોટાભાગે ખાદીના આઉટફિટ ડાર્ક શેડમાં આવતા નથી. લાઈટ કલરના ખાદી આઉટફિટ તમારા વખાણ કરાવી શકે છે. આ માટે આ આઉટફિટની સાથે લાઈટ કે ન્યૂડ મેકઅપનો લુક સારો રહેશે. 

  • Follow us on: