• સ્કીન ટોનને ઓળખીને કરો મેકઅપ
  • સ્કીન હાઈડ્રેશન જેલ કે મોઈશ્ચરાઈઝરનો વધુ ઉપયોગ કરો
  • હેવી આઈ મેકઅપની સાથે લિપસ્ટિકનો ન્યૂડ શેડ પસંદ કરો

કોઈ પણ તહેવારે સુંદર આઉટફિટની સાથે તમારો મેકઅપ પણ એટ્રેક્ટિવ હોય તે જરૂરી છે. મોટાભાગે એવું બને છે કે મેકઅપની કેટલીક ખામીના કારણે તમારો લૂક ખરાબ બને છે. અને તમારું મન પણ ઉદાસ થઈ જાય છે. શક્ય છે કે તમારી પાસે જરૂરી માહિતિનો અભાવ હોય. તો જાણો ફેસ્ટિવ સીઝનમાં એટલે કે આવનારી નવરાત્રિમાં તમારા લૂકમાં કઈ વાતનું ધ્યાન રાખશો અને કઈ વસ્તુઓને મેકઅપ રૂટિનમાં સામેલ કરશો.

સ્કીન ટોનની ઓળખ જરૂરી

જરૂરી છે કે તમે તમામ બ્યુટી પ્રોડક્ટ્સને સ્કીન ટોન સાથે મેચ કરી લો કેમકે આવું ન થાય તો તમારો મેકઅપ કાળો અને ખરાબ દેખાશે. આ માટે તમારે સૌથી પહેલા સ્કીન ટાઈપની જાણકારી મેળવી લેવાની છે કે કયા શેડ તમારા ફેસ સાથે મેચ કરશે. પરફેક્ટ શેડની સાથે મેકઅપ કરવાથી તમારી સ્કીનમાં નિખાર આવશે અને મેકઅપ પણ લાંબા સમય સુધી ટકશે.

આઈસક્યૂબ મસાજ શા માટે છે જરૂરી

મેકઅપ કરતા પહેલા તમે ફેસ પર આઈસ ક્યૂબ મસાજ કરો. તેનાથી તમારો મેકઅપ લાંબા સમય સુધી ટકશે અને પરસેવો પણ ઓછો થશે. તેનાથી તમારો લૂક ખરાબ થશે નહીં. તેનાથી સ્કીનને રાહત મળી શકે છે. ચહેરા પર બરફ ઘસવાથી ચહેરાના ઓઈલ પોર્સ બંધ થશે અને તેમાંથી એક્સ્ટ્રા ઓઈલ પ્રોડ્યુસ થશે નહીં.

ફેસ જેલ કે મોઈશ્ચરાઈઝરની પસંદગી

મોટાભાગે લોકો વિચારે છે કે મોઈશ્ચરાઈઝરને બદલે ફેસ જેલનો ઉપયોગ સારો રહેશે પણ આ માટે ધ્યાન રાખવું જરૂરી છે કે ફેસ જેલ સ્કીનને શુષ્ક બનાવે છે.જેના કારણે તમારા ફેસ પર કરચલીઓ વધારે દેખાય છે. આ માટે સ્કીન હાઈડ્રેશન જેલનો યૂઝ કરો અને સાથે સારું રહેશે કે તમે એક સારા મોઈશ્ચરાઈઝરનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરો.

આઈ મેકઅપ પર આપો ધ્યાન

હેવી લૂક કૅરી કરવા ઈચ્છો છો તો સૌથી વધારે મહેનત આંખો પર કરવાની રહેશે. તમારા ડ્રેસ સાથે મેળ ખાતો આઈશેડો એ રીતે એપ્લાય કરો કે તે દૂરથી જોઈ શકાય. એ વાતનું ધ્યાન રાખો કે હેવી આઈ મેકઅપની સાથે લિપસ્ટિકનો શેડ ન્યૂડ જ હોય. આમ કરવાથી તમારો લૂક એટ્રેક્ટિવ લાગશે. તેનાથી મળતા અનેક વીડિયો પણ તમે જોઈ શકે છો. કેમકે તમારા આઈ અને લિપ બંને ડાર્ક રહેશે તો મેકઅપ વધારે હેવી દેખાશે. આ દિવસોમાં હેવી મેકઅપ લુકને ઓછો પસંદ કરી શકાય છે.

લિપસ્ટિકથી વધે છે સુંદરતા

લિપસ્ટિક લૂકને કમ્પ્લીટ કરવાનું કામ કરે છે. ધ્યાન રાખો કે તમારા લિપ શેડ વધારે જૂના ન હોય, પહેલા હોઠ પર લિપબામ લગાવો. આમ કરવાથી તમારા હોઠ સોફ્ટ રહેશે. સાથે લિપસ્ટિકનો કલર પણ નિખરીને આવશે. તમારો ચહેરો સુંદર દેખાશે.  

  • Follow us on: