- ડુંગળી, ચા અને પાણી પણ કરશે તમારી મદદ
- અલોવેરા, નારિયેળ તેલ અને વિટામિન ઈની લો મદદ
- વાળ એટલા સિલ્કી અને શાઈની બનશે કે નહીં આવે વિશ્વાસ
ગૂંચવાયેલા વાળ યુવતીઓ માટે મોટી સમસ્યા બની શકે છે. હેયર વોશ કરવાથી વાળની સ્થિતિ એવી થાય છે કે ક્યારેક તડકો, ધૂળ અને માટી વાળને જરૂરથી વધારે ડ્રાય કરે છે. એવામાં વાળને સિલ્કી બનાવવા માટે ઘરે હેયર સીરમ તૈયાર કરી શકાય છે. આ સીરમ ફક્ત 10 રૂપિયામાં તૈયાર થઈ શકે છે. તેની અસર મોંઘા હેયર કેયર પ્રોડક્ટના જેવી જ દેખાય છે. તો જાણો ઘરે કેવી રીતે તૈયાર કરી શકાશે હેયર સીરમ અને વાળને બનાવી લો સિલ્કી અને શાઈની.
મુલાયમ વાળ માટે જાણો હેયર સીરમ બનાવવાની રીત
ચાની ભૂકી અને ડુંગળીની મદદથી પણ હેયર સીરમ બનાવી શકાય છે. સિલ્કી વાળ માટે હેયર સીરમ બનાવવા માટે તમે એક વાટકી ડુંગળી અને 3 ચમચી ચાની ભૂકી લો, સૌથી પહેલા એક વાસણમાં એક ગ્લાસ પાણી નાંખો અને ગેસ પર ગરમ કરો. પાણીને ઉકાળો. તેમાં ચાની ભૂકી નાંખીને ઉકળવા દો. પછી તેમાં ડુંગળી મિક્સ કરીને ઉકાળો. આ મિશ્રણને 15 મિનિટ ઉકાળીને ઠંડું કરો અને સ્પ્રે બોટલમાં ભરો. તૈયાર છે તમારું હેયર સીરમ. તેનાથી વાળ મુલાયમ બનશે અને સાથે વાળને વધારવામાં પણ મદદ મળશે. ચાની ભૂકીનું પાણી વાળને ચમકદાર બનાવે છે.

આ સીરમ આવશે કામ
વાળ પર તમે અલોવેરાનું હેયર સીરમ બનાવીને લગાવી શકો છો. અલોવેરા હેયર સીરમ બનાવવા માટે 1/4 કપમાં તાજી અલોવેરા જેલ લો. તેમાં 2 ચમચી નારિયેળનું તેલ અને વિટામિન ઈની કેપ્સ્યૂલ મિક્સ કરો. આ મિશ્રણને મિક્સરમાં પીસી લો. આમ કરવાથી તે પાતળું થઈ જશે. હવે કોઈ શીશીમાં ભરી લો. આ સીરમને હથેળી પર લઈને વાળના મૂળમાં લગાવો. તેનાથી ગૂંચવાયેલા વાળ જલ્દી સીધા થશે.
શું રાખશો ધ્યાન
હેયર સીરમનો ઉપયોગ કરતા ધ્યાન રાખો કે તમે જરૂર કરતા વધારે સીરમ વાળમાં ન લગાવો. વધારે સીરમ લગાવવાથી વાળ ચોંટી જશે અને ચીકણા દેખાશે. સીરમને વાળના મૂળમાં લગાવવાનું ટાળો અને થોડું જ લગાવો. નહીં તો વાળમાં ભારેપણું દેખાશે.