દિવાળીમાં ઘરે મહેમાન આવે તો કેવા નાસ્તા આપવા. આ સવાલ દરેકના મનમાં થાય. એવો સવાલ થાય કે આ વખતે શું નવુ બનાવીશું. પુરી, ઘુઘરા, શક્કરપારા, ચેવડો, મઠિયા અને બીજુ ઘણુ બધુ આપણે બનાવતા હોઇએ છીએ. ત્યારે આ વખતે એક ક્રિસ્પી અને મસાલેદાર નાસ્તો બનાવીશું. જે મહેમાનોને તો ભાવશે જ અને ચા સાથે ખાવાની તો ગજબની મજા પડી જશે.


દિવાળીમાં બનાવો આ નાસ્તો 

આજે આપણે બનાવીશું મેથીની મઠરી. ઘરે બનાવેલી મેથી મઠરીનો સ્વાદ જ કંઇક અલગ હોય છે. ખાસ વાત એ છે કે તમે મેથીની મઠરી તૈયાર કરીને મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય છએ. જો તમને ક્યારેય ચા સાથે કંઇક ખાવાનું મન થાય તો તમે મેથી મઠરી ખાઈ શકો છો. આ એક હેલ્ધી હોમમેઇડ નાસ્તો છે. જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આમાં કસુરી મેથીનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. ચાલો જાણીએ ક્રિસ્પી મેથીની મઠરી કેવી રીતે બનાવવી.

ક્રિસ્પી મેથી મથરી માટેની સામગ્રી

  • બે વાટકી મેંદો અને અડધી વાડકી રવો
  • 1 નાની વાટકી કસૂરી મેથી
  • 5 ચમચી ઘી
  • 1 ચમચી અજમો
  • સ્વાદ મુજબ મીઠું
  • તળવા માટે રિફાઇન તેલ

કેવી રીતે બનાવશો મેથીની મઠરી

  • મઠરી તૈયાર કરવા માટે સૌપ્રથમ એક વાસણમાં બંને લોટને ચાળી લો.
  • હવે તેમાં મીઠું અને કસુરી મેથી મિક્સ કરો.
  • આ વસ્તુઓ મિક્સ કર્યા બાદ લોટમાં 5 ચમચી ઘી ઉમેરો. હવે હુંફાળા પાણી વડે લોટ બાંધો. લોટને અડધો કલાક ઢાંકીને રાખો.
  • અડધો કલાક બાદ ફરીથી લોટને મસળો. હવે તેમાંથી નાના નાના લુઆ પાડીને મઠરી વણો.
  • ધ્યાનમાં રાખો કે મઠરી બહુ પાતળી કે જાડી ન હોવી જોઇએ.
  • હવે મઠરી વણાઇ જાય પછી તેમાં ચમચીથી કાણાં પાડો જેથી ફુલે નહી
  • આ રીતે બધી જ મઠરીને વણી લો.
  • હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેલ આવી જાય એટલે મઠરીને ગોલ્ડન રંગની થાય ત્યાં સુધી તળો
  • હવે મઠરીને ઠંડી થવા દો. પછી એકાદી મઠરી ભાંગીને જુઓ, એકદમ ક્રિસ્પી બની હશે.
  • મઠરી તમે ચા સાથે ખાઇ શકો છો. એમ નેમ પણ ખાશો તો સ્વાદિષ્ટ જ લાગશે.

  • Follow us on: