નવરાત્રિના નોરતા અને વિજયાદશમીની ઉજવણી બાદ હવે દિવાળીને માત્ર ગણતરીના દિવસો રહી ગયા છે. લોકો હવે દિવાળી અને નવા વર્ષ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે આ વર્ષે દિવાળી અને તેના પછી ઘણા શુભ સંયોગ બની રહ્યા છે. સંયોગથી સુખ અને સમૃદ્ધિ આવશે. ઉપરાંત શુભ સંયોગ ખરીદી અને રોકાણ માટે પણ ઉત્તમ રહેવાના છે.
આજે રવિવારને 5 ઓક્ટોબરથી 23મી ઓક્ટોબર સુધીની તારીખ, દિવસો અને નક્ષત્રોની સાથે સર્વાર્થ સિદ્ધિ, રાજયોગ, ત્રિપુષ્કર, અમૃત સિદ્ધિ અને રવિ યોગનો પણ સંયોગ રહેવાનો છે. આ સંયોગ દરમિયાન ઘરેણાં ખરીદવા, નવી મિલકત ખરીદવા અથવા ફ્લેટ બુક કરાવવા ફયદાકારક રહેશે.
દિવાળી સુધી મોટાભાગે શુભ સંયોગ બનશે
ઉપરાંત આ દિવસોમાં નવા કાર્યો શરૂ કરવા પણ ફળદાયી રહેશે. સાથે જ 18 ઓક્ટોબરે ધનતેરસ પર કાર, સોનું, ચાંદી, કપડાં અને વાસણો ખરીદવા અને 20 ઓક્ટોબરે દિવાળી પર ઘરેણાં, કાર, જમીન, મકાન અને ટીવી સહિતની વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે.
સંયોગ દરમિયાન ખરીદી કરવી ફળદાયી રહેશે, આગામી 14 અને 15 ઓક્ટોબરે પુષ્ય નક્ષત્ર
આ વર્ષે મંગળ પુષ્ય નક્ષત્રની યુતિ 14 ઓક્ટોબરે હોવાથી અત્યંત ફળદાયી રહેશે. સંપત્તિ, ખ્યાતિ અને સમૃદ્ધિનું પ્રતીક ઉપરાંત, પુષ્ય નક્ષત્રમાં શુભ કાર્યો શરૂ કરવા, મિલકત, વાહનો ખરીદવા અને રોકાણ કરવા માટે પણ એક પરંપરા છે. આ નક્ષત્રને હિન્દુ શાસ્ત્રામાં અમરેજ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનો અર્થ જીવનમાં સ્થિરતા અને અમરત્વ લાવનાર નક્ષત્ર છે. આ પુષ્ય નક્ષત્ર બે દિવસ 14 અને 15 ઓક્ટોબર સુધી ચાલશે. પુષ્ય નક્ષત્રનો યોગ 14 ઓક્ટોબરના રોજ સવારે 11.54 વાગ્યાથી 15 ઓક્ટોબરના રોજ સવારે 11.59 વાગ્યા સુધી રહેશે.
19 દિવસમાં પૈકી છ દિવસ સર્વાર્થ સિદ્ધિ યોગ
રવિવારને 5 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર દરમિયાનના 19 દિવસમાં 5, 7, 11, 19, 20 અને 23 ઓક્ટોબર મળીને છ દિવસ સર્વાર્થ સિદ્ધિ યોગનો સંયોગ રહેશે. આ સંયોગ દરમિયાન દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે નક્ષત્રના પ્રતીક ગાય ખરીદવી અત્યંત ફળદાયી રહેશે. ઉપરાંત 11 અને 19 ઓક્ટોબર પર અમૃત સિદ્ધિ યોગ અને 5,12 અને 23 ઓક્ટોબર પર રવિ યોગનો સંયાોગ બનશે.
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)