બજારોમાં ખરીદી માટે ભારે ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને ઘરની સજાવટ, મીઠાઈઓ અને દીવડા માટે લોકો ઉત્સાહભેર ઊમટી પડયા છે. ગયા વર્ષની જેમ આ વખતે પડતર દિવસ નથી. દિવાળી 20 ઓક્ટોબરને સોમવારે બપોરે 03.44થી 21 ઓક્ટોબરને સાંજે 05.54 સુધી દિવાળી રહેવાની છે. ખાસ કરીને ચોપડા પૂજનની માન્યતા સાંજના સમયે જ કરવાની હોય છે.
20 ઓક્ટોબરે બપોરે 03.44થી 21 ઓક્ટોબર સાંજે 05.54 સુધી દિવાળી રહેશે
20 ઓક્ટોબરના રોજ બપોરથી જ દિવાળીનું મુહૂર્ત શરૂ થઇ જતા લોકો સાંજે ચોપડા પૂજન કરી શકશે. ઉપરાંત 21 ઓક્ટોબરના રોજ સાંજ સુધી જ દિવાળી હોવાથી લોકો આ દિવસ સાંજે ચોપડા પૂજન નહીં કરી શકે. એટલે લોકો આ દિવસને પડતર દિવસ સમજી રહ્યા છે, પણ ખાસ તો નવા વર્ષની શરૂઆત 21 ઓક્ટોબરના સાંજથી શરૂ થઇ જશે. 22 ઓક્ટોબર આખો દિવસ નવા વર્ષનું મુહૂર્ત રહેશે. આથી લોકો દિવાળી બે દિવસ ઉજવશે અને તેના બીજા દવિસે નવા વર્ષની ઉજવણી કરશે.
દિવાળીના તહેવારને લઇને મુહૂર્ત
14 ઓક્ટોબરને સવારે 11.53થી 15 ઓક્ટોબરના 11 : 59 સુધીનું ચોપડા લાવવાનું મુહૂર્ત
18 ઓક્ટોબરને શનિવારે બપોરે 12:18થી ધનતેરસ શરૂ થશે
19 ઓક્ટોબરના રવિવારે કાળીચૌદસ રહેશે
20 ઓક્ટોબરને સોમવારે બપોરે 03:44થી 21 ઓક્ટોબરને સાંજે 05:54 સુધી દિવાળી રહેશે
21 ઓક્ટોબરને મંગળવારે સાંજે 06:00થી 22 ઓક્ટોબરના બેસતા વર્ષની ઉજવણી
23 ઓક્ટોબરના બુધવારે ભાઇબીજ ઉજવાશે
26 ઓક્ટોબરના રવિવારે લાભ પાંચમ રહેશે
દિવાળીએ સૂર્ય, મંગળ, બુધ તુલા રાશિમાં અને ગુરુમહારાજની દૃષ્ટિ બળયુક્ત
દિવાળીએ ગ્રહો અને નક્ષત્રનો એવો અદભુત યોગ થઈ રહ્યો છે, જે બહુજ ઓછો દ્રશ્યમાન થતો હોય છે. સૂર્ય, મંગળ, બુધ તુલા રાશિમાં અને ગુરુ મહારાજની દૃષ્ટિ સંપૂર્ણ બળયુક્ત આ ત્રણ ગ્રહો પર પડી રહી છે. સાથે જ ગુરુ મહારાજ પોતાના નક્ષત્રમાં વિરાજમાન થઈ આ ગ્રહોને જોઈ રહ્યા છે. સાથે બુધ અને શુક્રનો પરિવર્તન યોગ દ્રશ્યમાન છે. નવી ટેક્નોલોજી, નવી સંશોધન પ્રવૃતિ અને દરેક ક્ષેત્રમાં બહુ જ પ્રગતિ દેખાઈ રહી છે. સાથે જ કિંમતી ધાતુમાં વધુ ઉછાળો આવે એવું દેખાઈ રહ્યું છે. બની શકે આજે મોંઘું લગતું સોનું થોડા સમય પછી આજનો ભાવ પણ સસ્તો લાગી શકે. પોતાના જન્મના ગ્રહો અને નક્ષત્ર આધિન યોગ્ય ઉપાય કરવાથી વ્યક્તિને પોતાના અંગત લાભ પણ મળી શકે છે. આ યોગનો લાભ લેવા યોગ્ય સમયે યોગ્ય રીતે કાર્ય કરવાથી અદ્ભુત પરિણામો મળી શકે છે.
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.