હિંદુ જ્યોતિષ શાસ્ત્રમાં પુષ્ય નક્ષત્રનું મહત્વ ખૂબ ખાશ છે. આ નક્ષત્ર “પુષ્ય” એટલે માતાનું પોષણ અને સમૃદ્ધિ દર્શાવે છે. પુષ્ય નક્ષત્ર અત્યંત શુભ નક્ષત્ર માનવામાં આવે છે. આ દિવસે કરેલા તમામ શુભ કાર્યો, જેમ કે ઘર ખરીદી, જમીન કે દુકાન ખરીદવી, લગ્ન માટે તૈયારી, અથવા નવા વ્યવસાય શરૂ કરવો, લાભદાયી ગણાય છે. આ નક્ષત્રમાં શરૂ કરેલી યાત્રા, પ્રાર્થના અથવા ધનરાશિ સંબંધિત કાર્યો પણ લાંબા ગાળાના ફાયદા આપે છે.

આગામી 14 અને 15 ઓક્ટોબરે પુષ્ય નક્ષત્ર

આ વર્ષે મંગળ પુષ્ય નક્ષત્રની યુતિ 14 ઓક્ટોબરે હોવાથી અત્યંત ફળદાયી રહેશે. સંપત્તિ, ખ્યાતિ અને સમૃદ્ધિનું પ્રતીક ઉપરાંત, પુષ્ય નક્ષત્રમાં શુભ કાર્યો શરૂ કરવા, મિલકત, વાહનો ખરીદવા અને રોકાણ કરવા માટે પણ એક પરંપરા છે. આ નક્ષત્રને હિન્દુ શાસ્ત્રામાં અમરેજ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનો અર્થ જીવનમાં સ્થિરતા અને અમરત્વ લાવનાર નક્ષત્ર છે. આ પુષ્ય નક્ષત્ર બે દિવસ 14 અને 15 ઓક્ટોબર સુધી ચાલશે. પુષ્ય નક્ષત્રનો યોગ 14 ઓક્ટોબરના રોજ સવારે 11.54 વાગ્યાથી 15 ઓક્ટોબરના રોજ સવારે 11.59 વાગ્યા સુધી રહેશે.

પુષ્ય નક્ષત્રના જન્મજાતકો જીવનમાં સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રયત્નશીલ રહે છે

આ નક્ષત્રમાં જન્મેલા લોકો સામાન્ય રીતે દયાળુ, સમજદાર, ધૈર્યશીલ અને બુદ્ધિશાળી હોય છે. તેઓ પરિચય અને સંબંધોને મૂલ્ય આપતા હોય છે, અને નૈતિક અને સામાજિક દૃષ્ટિકોણથી સક્ષમ હોય છે. પુષ્ય નક્ષત્રના જન્મજાતકો જીવનમાં સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રયત્નશીલ રહે છે.

જ્યોતિષના દૃષ્ટિકોણથી, પુષ્ય નક્ષત્ર સિંહ, કન્યા, અને વૃષભ રાશિના લોકો માટે ખાસ લાભદાયી છે. આ દિવસે કરેલી નાણાકીય અને સામાનિક ખરીદીમાં નુકસાનની શક્યતા ઓછી રહે છે. ખાસ કરીને સોનાં, ચાંદીના આભૂષણ, વાહન અથવા ઘર સંબંધિત ખરીદી કરવી શ્રેષ્ઠ ગણાય છે.

પુષ્ય નક્ષત્રમાં રાશિ પ્રમાણે ખરીદી કરવી લાભદાયી

મેષ રાશિ- ચાંદીના દાગીના, સિક્કા કે વાસણો ખરીદવા

વૃષભ રાશિ-હીરા જડેલા દાગીના કે ચાંદીના સિક્કા ખરીદવા

મિથુન રાશિ-કાંસાના વાસણો, સોનું

કર્ક રાશિ- લક્ષ્મી-ગણેશની ચાંદીની મૂર્તિઓ કે ચાંદીનું શ્રાીયંત્ર

સિંહ રાશિ- શુભ રત્ન માણેક અથવા સોનાનો ઢોળ ચઢાવી શકાય

કન્યા રાશિ- કાંસા કે ફૂલના કુંડા ખરીદવા બુધ ગ્રહને મજબૂત બનાવશે

તુલા રાશિ- ચાંદીના દાગીના અને વાસણો ખરીદવા

વૃશ્ચિક રાશિ-  તાંબાના વાસણો, ચાંદી કે ચાંદીના દાગીના ખરીદવા

ધનુ રાશિ-  સોનાના દાગીના, સોનાના સિક્કા, પિત્તળના વાસણો

મકર રાશિ- સ્ટીલના વાસણો કે વાહનોની ખરીદી

કુંભ રાશિ- વાહન કે સ્ટીલના વાસણો ખરીદવા શુભ

મીન રાશિ- સોના કે પિત્તળની વસ્તુઓ ખરીદવી

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.