સોનું એ ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલું એક અભિન્ન અંગ છે. કોઈ તહેવાર હોય કે ઘરમાં પ્રસંગ હોય લોકો યથાશક્તિ સોનાની ખરીદી કરતા જ હોય છે. અત્યારે દેશમાં તહેવારો ટાણે સોનાનો ભાવ તેની રેકોર્ડબ્રેક ગતિએ આગળ વધી રહ્યો છે. અને સોનું પ્રતિ 10 ગ્રામે 1,26,000ની સપાટી વટાવી ચુક્યું છે. દાગીના બનાવવા માટે 22 કેરેટ સોનાનો ઉપયોગ થાય છે અને તેનો ભાવ 24 કેરેટ સોના કરતા ઓછો હોય છે. આજે 22 કેરેટ સોનાનો ભાવ 1,17,000ની સપાટીને વટાવી ગયો છે. જ્યારથી સોનાના ભાવમાં તેજી આવી છે લોકો 18 કેરેટ કે 14 કેરેટના સોનાના દાગીના ખરીદવાનો વધુ આગ્રહ રાખે છે. કેમ કે તેની કિંમત મોટાભાગના લોકોને પોસાય તેવી હોય છે. છતાં ઘણા લોકોને એ સવાલ થતો હોય છે કે કેટલા કેરેટનું સોનું ખરીદવું યોગ્ય રહેશે?


[[$googlead]]

શું હોય છે કેરેટ?

સોનાની શુદ્ધતાને કેરેટમાં માપવામાં આવે છે. શુદ્ધ સોનું 24 કેરેટનું હોય છે. એટલે કે તેમાં કોઈ બીજી ધાતુ ઉમેરાયેલી નથી હોતી. આજ કારણે તે વધુ મુલાયમ હોય છે. અને સરળતાથી તેને વાળી શકાય છે. અને એટલે જ તે જ્વેલરી બનાવવા માટે યોગ્ય નથી માનવામાં આવતું. તે માત્ર ઈન્વેસ્ટમેન્ટ માટે કોઈન કે બિસ્કીટના રૂપમાં ખરીદી શકાય છે.

22 કેરેટ સોનું

22 કેરેટ સોનું ભારતીય બજારમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે. અને તેમાં 91.6% શુદ્ધ સોનું હોય છે. જ્યારે બાકી 8.45% અન્ય મેટલ જેમ કે તાંબુ, ચાંદી, જસત મિક્સ કરવામાં આવે છે. આ સોનું દાગીના બનાવવા માટે ઉત્તમ માનવામાં આવે છે. ટકાઉ હોવાની સાથે તેની રિસેલ વેલ્યુ પણ સારી મળે છે.

[[$alsoread]]

18 કેરેટ સોનું

જો તમે કોઈ ડિઝાઈનર કે કાયમંડ જ્વેલરી લેવા માગો છો તો 18 કેરેટ સોનું સારો વિકલ્પ છે. તેમાં લગભગ 75% સોનું હોય છે. જ્યારે બાકીના 25%માં બીજી ધાતુઓ ભેળવવામાં આવે છે. તે થોડું વધુ કડક અને ટકાઉ હોય છે જેથી તે સ્ટોન કે હીરા જડીત જ્લેવરી બનાવવા વપરાય છે.

14 કેરેટ સોનું

14 કેરેટ સોનામાં શુદ્ધ સોનાની માત્રા 58.5% હોય છે. તે ટકાઉ હોય છે પરંતુ તેની ચમક અને મૂલ્ય 22 કેરેટ કે 18 કેરેટ સોના કરતા ઓછી હોય છે. તેને ડેઈલી વેર જ્વેલરી જેમ કે વીંટી, બ્રેસલેટ અને ઈયરિંગ માટે યોગ્ય માનવામાં આવે છે, કારણ કે તે સરળતાથી ખરાબ નથી થતું.

હવે કેટલા કેરેટનું સોનું ખરીદવું યોગ્ય રહેશે તેનો જવાબ તમને મળી ગયો હશે. જો તમે સોનું ખરીદવા જઈ રહ્યા છો તો BIS Hallmark ખાસ ચેક કરજો. આ એક સરકારી પ્રમાણપત્ર છે જે સોનાની શુદ્ધતા, કેરેટ અને જ્વેલરીના કોડને વેરિફાઈ કરે છે. આનાથી તમે નકલી કે ઓછા કેરેટના સોનાથી બચી શકો છો.


  • Follow us on: