કારતક માસની અમાવસ્યા તિથિના દિવસે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. 20 ઓક્ટોબરે કારતક માસની અમાવસ પર આખો દેશ દિવળીના તહેવારની ઉજવણી કરશે. માન્યતા છે કે કારતક માસની અમાવસ પર પ્રભુ રામ 14 વર્ષોના વનવાસ બાદ અયોધ્યા પાછાં ફર્યા હતા. દિવાળીના દિવસે સરયુ પર લાખો દિવડાઓ પ્રગટાવે છે. પરંતુ તમે જાણો છો કે અયોધ્યાની સૌથી પહેલા દિવાળી કેવી રીતે ઉજવી હતી?આવો જાણીએ તેના વિશે...
હનુમાનજીને પોતાના પ્રેમભર્યા ભાઈ ભરતને સંદેશ આપવા નંદીગ્રામ મોકલ્યા
રામાયણમાં વર્ણિત કરાયેલી કથા અનુસાર, રાવણનો અંત કરીને પ્રભુ શ્રીરામ વિભિષણને લંકાનુ રાજપાટ સોંપી દેવામાં આવ્યુ હતુ. પરંતુ તે સમયે 14 વર્ષોનો વનવાસ સમાપ્ત થવાનો બાકી હતો. ત્યારબાદ પ્રભુ રામ વનવાસ પૂર્ણ કરીને પાછા ફરવા લાગ્યા. આ દરમિયાન તેઓ માર્ગમાં પોતાના વિવિધ સહાયકોને મળ્યા, જેમણે વનવાસ દરમ્યાન તેમને સહાય આપી હતી. આ ઉપરાંત પ્રભુ શ્રીરામ, હનુમાનજી, લક્ષ્મણ અને માતા સીતાના સાથમાં પ્રયાગરાજ પહોંચ્યા, જ્યાં ગંગા કાંઠે આવેલ ઋષિ ભરદ્વાજના આશ્રમમાં તેમણે મુલાકાત લીધી. ત્યાંથી પ્રભુ રામે હનુમાનજીને પોતાના પ્રેમભર્યા ભાઈ ભરતને સંદેશ આપવા નંદીગ્રામ મોકલ્યા.
હનુમાનજી ભરત પાસે પહોંચ્યા
પ્રભુ શ્રીરામે હનુમાનજીને કહેલું કે તેઓ ભાઈ ભરતને સંદેશ આપે કે રામજી જલદી અયોધ્યા પહોંચશે. પ્રભુ રામને ભય હતો કે જો આ સમાચાર સમયસર ભરત સુધી નહીં પહોંચે તો ભરત દુઃખમાં આત્મદાહ કરી લે. એટલે હનુમાનજી તરત જ અયોધ્યા તરફ રવાના થયા. સૌથી પહેલા તેઓ નંદીગ્રામ પહોંચ્યા જ્યાં ભરત નિવાસ કરતા હતા. ત્યારે ભરત ઊંઘી રહ્યા હતા. હનુમાનજીએ તેમને જગાડ્યા અને પ્રભુ રામના આવવાનો સંદેશ આપ્યો.
પ્રકૃતિ પ્રફુલ્લિત થઈ અને સરયૂ નદી ફરી વહેવા લાગી
શ્રીરામના આવવાના સમાચાર સાંભળીને ભરત આનંદથી ઝૂમી ઉઠ્યા અને અયોધ્યાવાસીઓને જાણ કરી કે આપણા પ્રિય પ્રભુ રામ આવી રહ્યા છે. આ સમાચાર સાંભળીને અયોધ્યા વાસીનો ચહેરા પર આનંદ છલકાયો. શ્રીરામના આગમનથી સમગ્ર અયોધ્યાની પ્રકૃતિ પ્રસન્ન થઈ ગઈ. સુકી પડી ગયેલી સરયૂ નદી ફરી નિરંતર વહેવા લાગી. તેનો ઉલ્લેખ રામાયણના ઉત્તરકાંડમાં મળે છે.
પ્રભુ રામના આગમનથી અયોધ્યા ઝગમગી ઉઠી
શ્રીરામના પાછા ફરવાના સમાચાર મળતાં અયોધ્યાના લોકોએ સમગ્ર શહેરને દીવોથી શણગાર્યું. દેવી-દેવતાઓએ પણ આકાશમાંથી પુષ્પવર્ષા કરી. જયારે શ્રીરામ અયોધ્યા પહોંચ્યા, ત્યારે તેમણે દરેકને ગળે લગાવ્યા. તેમનું આગમન અયોધ્યામાં આનંદ અને ખુશહાલી લઈને આવ્યું.આજે પણ એ જ ઉલ્લાસ અને ઉત્સાહ સાથે ભગવાન શ્રીરામના અયોધ્યા વાપસીને લઇને પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.