
દિવાળી તહેવારની લોકો ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે. દેશભરમાં દિવાળી તહેવારને લઈને લોકોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ છે. બજારમાં ફટાકડા, મીઠાઈનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. આજે દિવાળીના દિવસે ચોપડા પૂજન કરવાનું મહત્વ છે. ખાસ કરીને વેપારીઓ આ દિવસે ચોપડા પૂજન કરી સમૃદ્ધિની પ્રાર્થના કરે છે. રાજકોટમાં દિવાળી તહેવાર પર વેપારીઓ દ્વારા સામુહિક ચોપડા પૂજન કરવામાં આવ્યું.

દિવાળી તહેવાર નિમિત્તે ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવતું હોય છે. આજે રાજકોટમાં અનોખું ચોપડા પૂજન જોવા મળ્યું. રાજકોટમાં દિવાળીના તહેવાર ઉપર વેપારીઓ દ્વારા સામુહિક ચોપડા પૂજન કરવામાં આવ્યું.

વેપારીઓ માટે ધંધા-રોજગાર, વૃદ્ધિ માટે દિવાળી તહેવાર ચોપડા પુજન માટેનો ઉત્તમ દિવસ માનવામાં આવે છે. રાજકોટમાં સામૂહિક ચોપડા પૂજનમાં અનેક વેપારીઓ જોડાયા.

એક હજારથી વધુ વેપારીઓ સામુહિક ચોપડા પૂજન કરીને વેપાર ધંધા અને ઉદ્યોગમાં સમૃદ્ધિની કામના કરવામાં આવી. વ્યક્તિ કરતાં સામૂહિક પ્રાર્થના અને પૂજન દરેક તહેવારની ઉજવણીને વધુ ભવ્ય બનાવે છે.

રાજકોટમાં દિવાળી તહેવાર નિમિત્તે યોજાયેલ સામૂહિ ચોપડા પૂજનમાં એક હજારથી વધુ વેપારીઓ જોડાયા હતા. આ પૂજનમાં ચોપડા સાથે લેપટોપનું પણ પૂજન કરાયું. મહત્વનું છે કે અત્યારના આધુનિક સમયમાં ધંધાકીય વ્યવહારમાં લેપટોપ જેવા સાધનનો વધુ ઉપયોગ થવા લાગ્યો છે.

રાજકોટના સામૂહિક ચોપડા પૂજનમાં મહિલાઓએ પણ કર્યું પૂજન. પુરુષો અને મહિલાઓ સામેલ થયા અને વૈદિક મંત્રોચ્ચાર સાથે આ સામૂહિક ચોપડા પૂજનમાં પૂજા કરી.