કોઈપણ વાનગીમાં આ વસ્તુ ના હોય તો તેનો સ્વાદ ફિક્કો પડી જાય છે. મીઠું ભલે ભોજનને સ્વાદિષ્ટ ના બનાવે પણ તેના વગર કોઈપણ વાનગી બેસ્વાદ બને છે. મીઠું ભોજનને સ્વાદિષ્ટ તો બનાવે છે પરંતુ દરેક વસ્તુમાં મીઠું ઉમેરવાની આદત સ્વાસ્થ્ય માટે સારી નથી.


ઉપરથી મીઠું નાખવાની આદત બદલો

લોકોને ચાટ હોય કે પછી સલાડ દરેકમાં ઉપર મીઠું નાખવાની આદત હોય છે. પરંતુ ઘણી વસ્તુઓ એવી હોય છે જે મીઠા સાથે ખાવાથી શરીર માટે ઝેરી બની જાય છે. આનાથી ફાયદા તો થાય જ છે, પણ નુકસાન પણ વધુ થાય છે. ભારતના મોટાભાગના લોકોને વાનગીમાં વધુ પડતો તીખો નહીં અને વધુ પડતો ગળ્યો નહીં તેવો ગળચટો સ્વાદ પ્રિય છે. વિદેશના લોકોની સરખામણીએ ભારતીય વાનગીઓમાં મીઠું અને ખાંડનો વધુ વપરાશ જોવા મળ્યો છે.

ભારતીયોની થાળીમાં મીઠાનું પ્રમાણ જરૂર કરતાં ખૂબ વધારે હોય છે. ખાસ કરીને સલાડ તેમજ રાંધેલા ખોરાકમાં ઉપર લેવાતું કાચું મીઠું સ્વાસ્થ્યને વધુ નુકસાન કરે છે. જે લોકોને ઉપર મીઠું લેવાની આદત છે તેમણે આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી. સલાડમાં અને કેરીના રસમાં લોકો કાચું મીઠું લેતા જ હોય છે. આ ઉપરાંત જ્યારે વાનગી બનાવવામાં મીઠું રહી ગયું હોય ત્યારે પણ લોકો ભોજનમાં ઉપર મીઠું લે છે. પરંતુ

આ બાબત ધ્યાનમાં રાખો કે તમે ક્યારે પણ આ વાનગીઓ સાથે કાચી મીઠું લે શો તો તમારે સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરી પડી શકે છે.

દહીં- ઘણીવાર લોકો દહીંમાં મીઠું નાખીને ખાય છે. દહીંમાં ઉપરથી નાખવામાં આવતું મીઠું તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આયુર્વેદમાં દૂધ અને દૂધના ઉત્પાદનોમાં મીઠું ન ઉમેરવાની સલાહ આપવામાં આવી છે. જે લોકો દહીમાં મીઠું નાખી ખાતા હોય છે તેમને વાળ ખરવાની સમસ્યા ઉપરાંત ત્વચા સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. કેટલાક લોકોને વધુ એલર્જી થાય તો તેમને ઉંમર પહેલાં વાળ સફેદ થઈ શકે છે.

ફળો : જો તમને ફળો પર મીઠું છાંટીને ખાવાની આદત હોય, તો આજે જ તેને છોડી દો. દહીંની જેમ ફળો પર મીઠું નાખીને ખાવાથી તમારા આરોગ્યને નુકસાન થઈ શકે છે. ફળ પર મીઠું નાખીને ખાવાથી પોષક તત્વો ઓછા થઈ જાય છે. જેના કારણે તમને હૃદય, બ્લડ પ્રેશર અને કિડનીની સમસ્યાઓ વધી શકે છે.

સલાડ : મોટાભાગના લોકો ફળોની જેમ સલાડ પર કાચું મીઠું નાખીને ખાય છે. જ્યારે આ ન કરવું જોઈએ. આના કારણે શરીરમાં સોડિયમનું પ્રમાણ વધવા લાગે છે. રાયતા પર સફેદ મીઠું નાખીને ન ખાવું જોઈએ. વધુ પડતું મીઠું કિડનીના રોગો સહિત અન્ય ઘણા રોગોનું જોખમ પણ વધારે છે.

જ્યુસ: લોકો જ્યુસનો સ્વાદ વધારવા માટે તેમાં મીઠું નાખીને પણ પીવે છે. જ્યારે ડોકટરો આમ કરવાની ના ઘસીને ના પાડતા હોય છે. કારણ કે જયુસમાં ઉપરથી નખાતુ મીઠું તમારા શરીર માટે ઝેર બને છે. ફળમાં ઉપરથી મીઠું નાખવાથી તેમાં રહેલા પોષક તત્વો પણ ઓછા થાય છે. મોટાભાગના લોકો આ ભૂલો કરતા હોય છે કે કોઈપણ જયુસ બનાવે તો તેમાં ઉપરથી ખાંડ અને મીઠું નાખે છે. જયુસમાં ઉપરથી નખાતું મીઠું અને ખાંડ આપણા શરીરમાં ગંભીર બીમારીને આમંત્રણ આપે છે.

હેલ્થ સારી રાખવા ઇચ્છતા લોકોએ કયારે પણ કાચું મીઠું ખાવું ના જોઈએ. કારણ કે વધુ પડતું મીઠું અને કાચા મીઠાનું સેવન કેટલીક વખત ગંભીર બીમારીનું કારણ બને છે. આપણે પહેલાથી જ આપણા ખોરાકમાં ખૂબ વધારે મીઠાનો ઉપયોગ કરીએ છીએ અને તેના બાદ આપણે ઉપરથી મીઠું નાખીએ તો શરીર માટે વધુ હાનિકારક સાબિત થાય છે. ખાસ કરીને ફળો અને જયુસમાં ઉપરથી મીઠાનો ઉપયોગ સંપૂર્ણપણે ટાળવો જોઈએ.તમે મીઠાના બદલે કાળુ મીઠું અથવા સંચળનો ઉપયોગ કરી ભોજનના સ્વાદમાં વધારો કરી શકો છો.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ

  • Follow us on: