શરીરની સુંદરતા વધારવા અને આરોગ્ય સ્વસ્થ રાખવા પૌષ્ટિક આહાર જરૂરી છે. ચહેરાની સુંદરતા વધારતા દાંત પ્રત્યે આપણે વધુ બેદરકાર બન્યા છે. ખાસ કરીને બાળકોમાં આજે નાની ઉમંર દાંતમાં દુખાવો અને સડાની સમસ્યા જોવા મળે છે. આ સામાન્ય સમસ્યા કેટલીક વખત ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. દાંતના સડાના કારણે કેટલીક વખત બાળકોમાં મોંઢા પર સોજો આવવો તેમજ કાનમાં દુઃખાવા થવા જેવી સમસ્યા જોવા મળે છે. વ્યસ્ત જીવનશૈલીના કારણે દાંતની બરાબર સફાઈ ના કરાતા દાંતમાં સડો થાય છે. 


સફાઈના અભાવના કારણે દાંતની સમસ્યા

બાળકોમાં દાંતના સડો થવાનું કારણ સફાઈનો અભાવ. એટલે કે નિયમિતપણે દાંત સાફ ના કરવામાં આવે, તેમજ વધુ પડતી મીઠાઈનું સેવન કરવામાં આવે અને ચોકલેટ જેવી વસ્તુઓનું સેવન કરવાના કારણે આ સમસ્યા ઉદભવે છે. દાંતનો દુખાવો અને સડો (દાંતમાં છીદ્રો અથવા decay) મોટા ભાગે ખોરાકમાં રહેલા ખાંડ અને બેક્ટેરિયાના કારણે થાય છે. યોગ્ય સારવાર અને ઘરેલૂ ઉપાયોથી દુખાવાને અટકાવી શકાય છે અને સડેલા દાંતને વધુ ખરાબ થવાથી બચાવી શકાય છે.

દાંતનો દુખાવો કરવો તમે ડેન્ટિસ્ટ પાસે ગયા વગર સામાન્ય સમસ્યા તમે ઘરેલુ ઉપાય અજમાવી શકો છો.

લવિંગ (Clove) અથવા લવિંગ તેલ

લવિંગમાં Eugenol હોય છે, જે કુદરતી પેઈન કિલર છે.

લવિંગના તેલની 1-2 બૂંદ કપાસમાં લઇને દુખતા દાંત પર 5-10 મિનિટ રાખો.

મીઠાં પાણીથી કૂલકુલા (Salt Water Rinse)

1 ગ્લાસ ગરમ પાણીમાં અડધો ચમચી મીઠું મિક્સ કરો અને મોઢામાં ફેરવો.

ઇન્ફેક્શન અને સોજો ઘટાડે છે.

ફૂદીનાનું તેલ (Peppermint Oil)

ઠંડક આપે છે અને પેઈન કમી કરે છે.

1 ટીપું તેલ કપાસમાં નાખી દુખાવા પર રાખો.

હળદર પાઉડર (Turmeric Powder)

એન્ટીસેપ્ટિક છે. દુખાવા પર હળદર લગાવો અથવા ગીલા કપાસથી દબાવો.

દાંતના સડાનું રાખો ધ્યાન

દાંતનો સડો શરૂઆતના તબક્કામાં જ પકડાઈ જાય, તો તેને અટકાવી શકાય છે અને તેનો ઘરેલુ ઉપચાર કરી શકાય છે. પરંતુ જો દાંતમાં સડો વધી ગયો હોય અને પોલાણ બની ગયું હોય અને તેના કારણે માથાના દુખાવો તેમજ અન્ય સમસ્યા જોવા મળે તો જરૂર ડોકટરની સલાહ લો.  આવી સ્થિતિમાં, ડોકટર દાંતના સડી ગયેલા ભાગને દૂર કરે છે, જેથી સડો વધુ ફેલાય નહીં. આ પછી દાંતના ખાલી ભાગમાં ફિલિંગ મટિરિયલ ભરે જેથી સ્તર જળવાઈ શકે. દાંતનો સડો દૂર કરવા મીઠા અને ગળ્યા ખોરાક ખાવાનું ટાળો અને સંતુલિત અને પૌષ્ટિક આહાર લો.


Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. 


  • Follow us on: