કોરોના સમય બાદ લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સભાન બન્યા છે. પરંતુ વ્યસ્ત જીવનશૈલીના કારણે હાર્ટએટેક, કેન્સર જેવી બીમારીઓના કારણે મોત થવાના કિસ્સા વધ્યા હોવાનું સામે આવ્યું છે. શરીરમાં કોલેસ્ટ્રોલ વધતા હાર્ટએટેકની જોખમ વધુ રહે છે. એટલે ઉંમર વધવા સાથે લોકોએ ગંભીર બીમારીથી બચવા પોતાના આહાર પર ધ્યાન રાખવું જરૂરી બન્યું છે. હાર્ટએટેકના જોખમથી બચવા કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવા લોકો બજારમાં મળતી દવાનો ઉપયોગ કરે છે. પરંતુ જ્યાં સુધી દવા લો ત્યાં સુધી જ રાહત મળે છે. તમે કોઈપણ દવા કાયમીધોરણ લઈ શકતા નથી. એટલે કુદરતી રીતે કોલેસ્ટ્રોલ નિયંત્રણ રાખવું જરૂરી છે.


કુદરતી રીતે કોલેસ્ટ્રોલ નિયંત્રણ રાખવું જરૂરી

ઉંમર વધવાની સાથે કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધવાને કારણે હૃદય રોગની સમસ્યાનો સામનો કરવો પડે છે. ૫૦ વર્ષથી વધુ ઉંમરના લોકો કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવા માટે તેમના આહારમાં કેટલાક જરૂરી ફેરફારો કરી શકે છે. ભૂમિકા ભજવે છે. કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવા માટે બજારમાં ઘણી પ્રકારની દવાઓ ઉપલબ્ધ છે, પરંતુ તમે તેને કુદરતી પદ્ધતિઓ દ્વારા પણ ઘટાડી શકો છો.

આ વસ્તુઓનું સેવન કરી તમે કુદરતી રીતે તમારા કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડી શકો છો.

પાલક : આપણા આહારમાં પાલકનો વિવિધ રીતે ઉપયોગ કરી કોલેસ્ટ્રોલ નિયંત્રણ કરી શકીએ છીએ. પાલકમાં લ્યુટીન, ફોલેટ અને ફાઇબરનો ઉત્તમ સ્ત્રોત છે. તેમજ પાલકની ભાજી વિટામિન એનો સૌથી સારો સ્ત્રોત માનવામાં આવે છે. પાલકમાં પ્રચૂર માત્રામાં રહેલા પોષકતત્ત્વોના કારણે તેના સેવનથી શરીર વધુ સ્ફૂર્તિ મળે છે. તેમજ પાલકમાં કેલેરી ઓછી હોવાથી કોલેસ્ટ્રલનું સ્તર નિયંત્રણ રાખવામાં મદદ કરે છે.

ઓટ્સ : કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ઓટસ સુપર ફૂડ કહેવાય છે. ઓટસમાં ફાઇબર અને પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે. આ ઉપરાંત વિટામિન ઈ, ફેટી એસિડ અને અન્ય પોષક તત્વોથી ભરપૂર ઓટસનું સેવન આજે વધ્યું છે. શરીર નિરોગી રાખવામાં ફાઈબર અને પ્રોટીન બંને હાજરી વધુ આવશ્યક છે. માટે ઓટસને પૌષ્ટિક ખોરાક માનવામાં આવે છે. ઓટસનું સેવન હૃદય સંબંધિત બીમારીમાં વધુ લાભકારક માનવામાં આવે છે. આરોગ્ય નિષ્ણાત હાર્ટના દર્દીને પોતાની દિનચર્યામાં ઓટસનું સેવન કરવાની સલાહ આપતા હોય છે. 

કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરવા આ ટિપ્સ અજમાવો

કોલેસ્ટ્રોલ નિયંત્રણ કરવા માટે આહારમાં બદલાવ સાથે પેકેટ ફૂડ, બેકરી આઇટમ્સ જેવી કે પફ, બિસ્કીટ જેવા ટ્રાન્સ ફેટ ખાદપદાર્થ અને નમકીન અને વધુ ખાંડવાળો ખોરાકનું સેવન કરવાનું ટાળવું. આહારની સાથે તમારે દરરોજ ઓછામાં ઓછા 30 મિનિટ વોકિંગ, યોગા જેવા હળવી કસરત કરવી જોઈએ. કોલેસ્ટ્રોલ વધારા પાછળ વધારે વજન પણ જવાબદાર હોય છે એટલે યોગ્ય આહાર અને કસરત દ્વારા વજનને નિયંત્રણમાં રાખો. તેમજ ધૂમ્રપાન અને વધુ દારૂનું સેવન ટાળો.


Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

  • Follow us on: