ડાયાબિટીસમાં આહાર સંતુલિત રાખવો ખૂબ જ જરૂરી છે. તમારે નીચા ગ્લાઇસેમિક ઇન્ડેક્સવાળી વસ્તુઓ ખાવાનો પ્રયત્ન કરવો જોઈએ જેથી સુગરનું લેવલ ન વધે. સાથે જ એવા ખોરાકનું સેવન કરો જેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય. આ સિવાય મેટાબોલિક રેટ વધે તેવી વસ્તુઓ ખાવાનો પ્રયાસ કરો. આવી જ એક વસ્તુ છે દૂધી. દૂધીનું સેવન કરવાથી તમારા શરીરમાં મેટાબોલિક રેટ વધારવામાં મદદરૂપ છે. આ સિવાય તેના ફાઈબર પાચન પ્રક્રિયાને ઝડપી બનાવે છે અને ગ્લુકોઝના ઉત્પાદનને નિયંત્રિત કરે છે. ત્યારે આવો જાણીએ કેવી રીતે દૂધી ખાવી જોઇએ.
ડાયાબિટીસમાં દૂધી ખાવાના ફાયદા
ખાંડનું પાચન ઝડપથી થાય છે
દૂધી ખાંડના પાચનને ઝડપી બનાવે છે. આ સિવાય તે ઇન્સ્યુલિનનું ઉત્પાદન વધારે છે જેના કારણે ખાંડ આપોઆપ ઝડપથી પચવા લાગે છે. આ સિવાય દૂધીમાં ઓછો ગ્લાઇસેમિક ઇન્ડેક્સ હોય છે જે સરળતાથી પચી જાય છે.
ફાસ્ટિંગ ગ્લુકોઝ પણ રહેશે કંટ્રોલમાં
ફાસ્ટિંગ ગ્લુકોઝને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ફાસ્ટિંગ ગ્લુકોઝનું એક મોટુ કારણ લાંબા સમય સુધી રહેનારી કબજિયાત છે તેના કારણે સુગર કંટ્રોલ કરવામાં સમસ્યા થાય છે. જો તમે દૂધી ખાઓ છો તો કબજિયાતની સમસ્યા દૂર કરવામાં મદદ મળે છે. અને ફાસ્ટિંગ શુગર ઓછુ કરવામાં મદદરૂપ થાય છે. તો આ તમામ કારણોસર દૂધી ખાવી જોઇએ.
કેવી રીતે ઉપયોગ કરવો
ડાયાબિટીસના દર્દીઓએ એવી રીતે દૂધીનો ઉપયોગ કરવો કે જેનાથી તેમાં રહેલુ નેચરલ પાણી નાશ ન પામે. તમે દૂધીનો સુપ, શાક અને પરોઠા બનાવીને પણ તેનો ઉપયોગ કરી શકો છો.