• ગુણકારી છે મીઠો લીમડો
  • કઢીમાં ઉપયોગમાં લેવાતો હોવાથી કહેવાય છે કઢીપત્તા
  • રોજબરોજ ભોજનમાં ઉપયોગમાં લેવો ફાયદાકારક

રસોડામાં એટલા બધા મસાલા અને તેજાના છે કે જેનો ઉપયોગ કરવાથી આપણા શરીરમાં થતા નાના નાના રોગોથી બચી શકાય છે. ત્યારે વાત કરીએ મીઠા લીમડાની. મીઠો લીમડો આપણે કઢી, પૌંઆ વગેરે વાનગીમાં ઉપયોગમાં લેવાય છે. મોટાભાગના દરેક લોકો મીઠા લીમડાને ઘરમાં પણ વાવે છે. ત્યારે આવો જાણીએ મીઠા લીમડાથી શું થાય છે ફાયદા અને કેમ મીઠો લીમડો આપણે ખાવો જોઇએ.

ગુણકારી છે મીઠો લીમડો 

મીઠો લીમડો ખાવાથી હાઈ બ્લડ પ્રેશર, ખરજવું વગેરે માટે તેના ઉપયોગની પદ્ધતિ જણાવી રહ્યા છીએ. મીઠો લીમડો મુખ્યત્વે હિમાલય પ્રદેશ સિવાય સમગ્ર ભારતમાં જોવા મળે છે. તેનું ઝાડ હોય છે. ગુણકારી અને લાભદાયી હોવાથી તેનો ઉપયોગ કઢી બનાવવામાં પણ કરવામાં આવે છે. થી તેને કડી પત્તા પણ કહેવામાં આવે છે. ઘરે નાના કુંડામાં પણ વાવી શકાય છે. તેમાં રહેલા ગુણોને કારણે તે દરેક શાકભાજીમાં ઉમેરવામાં આવે છે. તેના પાંદડાની અલગ જ સુવાસ હોય છે. આ પાંદડાઓમાં આવશ્યક તેલ હોય છે જેમાંથી મુરયા સાયનિન અને કેરીઓફિલિન મુખ્ય છે.

બ્લડ પ્રેશરને કંટ્રોલ રહે

હાઈ બ્લડપ્રેશર ધરાવતી વ્યક્તિ દરરોજ સવારે 7-8 પાન ચાવવાથી તેનું બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે.

એન્ટીઑકિસડન્ટનું કરે છે કામ

સાંજે આ પાન ચાવવાથી શરીરને એક ખાસ પ્રકારની ઉર્જા અને ઉત્તેજના મળે છે. એક રીતે, તે કુદરતી એન્ટીઑકિસડન્ટની જેમ કામ કરે છે.

મરડામાં મળે રાહત

જો તમને ઝાડાની સમસ્યા હોય, તો થોડી માત્રામાં કઢીના પાનને પાણીમાં ઉકાળો અને તે પાણીને તરત જ પીવો. તેના તાજા લીલા પાંદડાનો અર્ક ઝાડામાં ખૂબ જ ફાયદાકારક છે.

આંખના રોગોમાં ગુણકારી

આંખોની રોશની વધારવા અથવા રાતાંધળાતાના કિસ્સામાં મીઠા લીમડાના પાનનું 2 ગ્રામ ચૂર્ણ દરરોજ પાણી સાથે લેવાથી ખૂબ જ ફાયદો થાય છે.

શુક્રાણુ વધારવા માટે

જે લોકોના વીર્યમાં શુક્રાણુઓની સંખ્યા ઓછી હોય છે તેઓને સંતાન પ્રાપ્તિમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવા લોકોને એક ગ્રામ મીઠા લીમડાની છાલનું ચૂર્ણ મધ સાથે લેવાથી ફાયદો થાય છે. તે દિવસમાં એકવાર સવારે લેવું જોઈએ.

ખરજવું અને ઘા

કઢી પત્તાના બીજનું તેલ એક ઉત્તમ જંતુનાશક છે, તેથી તે ખરજવું અથવા ઘાને સૂકવવામાં ખૂબ જ ફાયદાકારક છે. આ માટે તેને પલ્પ બનાવીને ઘા પર લગાવવામાં આવે છે. 

  • Follow us on: