આપણે સ્વાસ્થ્ય સારું રાખવા જીમમાં કસરતથી લઈને નિષ્ણાત પાસે પોતાનો ડાયેટ પ્લાન તૈયાર કરાવીએ છીએ. દરરોજ પીવાતું સાદું પાણી આપણા સ્વાસ્થ્ય માટે કયારેક જોખમરૂપ બને છે તેનાથી આપણે અજાણ છીએ. ખાસ કરીને આજના મોટાભાગના લોકોને પેશાબ કર્યા બાદ પાણી પીવાની આદત છે. આ આદત તેમના આરોગ્ય માટે નુકસાનકારક છે. આજે અમે તમને જણાવીશું કે પેશાબ કર્યા બાદ પીવાતું પાણી તમારા શરીર પર કેવી અસર કરી શકે છે.
સ્વાસ્થ્ય પર ગંભીર અસર
પેશાબ કર્યા પછી તરત જ પાણી પીવાની આદત કિડની પર ગંભીર અસર કરે છે સાથે અનેક આરોગ્ય સમસ્યાઓનું કારણ પણ કારણ બને છે. પેશાબ કર્યા બાદ પાણી પીવાથી કિડનીમાં પથરી જેવા રોગો થઈ શકે છે. ખાસ કરીને નિયમિત પણે પેશાબ કર્યા બાદ પાણી પીવામાં યુરિન ઇન્ફેકશન થવાનું જોખમ વધુ રહે છે. પેશાબ કર્યા બાદ જે લોકો પાણીનું સેવન કરે છે તેમના શરીરમાં પાણીની માત્રા અચાનક વધી જાય છે અને પાણીનું પ્રમાણ વધતા કિડની પર અસર થઈ શકે છે. આયુર્વેદ અનુસાર, પેશાબ કર્યા પછી તરત જ પાણી પીવાથી શરીરમાંથી ઝેરી તત્વો દૂર થવાની પ્રક્રિયામાં અવરોધ આવે છે. જેના કારણે આ વિષાક્ત પદાર્થો શરીરમાંથી બહાર નીકળવાના બદલે પાછા શરીરમાં જ જમા થાય છે. અને શરીરમાં ઝેરી તત્ત્વો જમા થતા કીડનીમાં દુઃખાવો તેમજ કીડની પર સોજો થવા જેવી સમસ્યા પણ સર્જાઈ શકે છે.
નિષ્ણાતની સલાહ
ડોક્ટર ગર્ગ કહે છે કે પેશાબ કર્યા પછી તમે તરત જ પાણી પીઓ તો યૂરિન ટ્રેક્ટ ઇન્ફેકશનનું જોખમ વધે છે અને સ્વાસ્થ્ય પર નકારાત્મક પ્રભાવ પાડે છે. જો પેશાબ કરતા પહેલા પાણીનું સેવન કરવામાં તો સ્વાસ્થ્ય સમસ્યામાં કોઈ નુકસાન થતું નથી. પરંતુ પેશાબ કર્યા બાદ જો તમે નિયમિત રીતે પાણી પીતા હોવ તો કિડનીની કાર્યક્ષમતા પર અસર થાય છે અને લાંબા ગાળે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાને પણ આમંત્રણ આપે છે. કિડનીમાં પથરી થાય છે અને જો પથરી સાઈઝ મોટી હોય તો સર્જરી કરવા સુધી પંહોચી જાય છે. એટલે આવી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાથી બચવા પેશાબ કર્યા પછીનો સાચો સમય જાણવો જરૂરી છે. ડોક્ટર સલાહ છે કે પેશાબ કર્યાના 10-15 મિનિટ પછી પાણી પીવામાં આવે તો શરીર પર કોઈ ખરાબ અસર પડશે નહી. પરંતુ તે તમારા સ્વાસ્થ્યને વધુ સારું રાખશે. પેશાબ કર્યા બાદ પાણી પીવાની ખોટી આદત તમારા સ્વાસ્થ્ય માટે વધુ જોખમી બની શકે છે.
આદત બદલો આરોગ્ય રહેશે તંદુરસ્ત
આપણામાં કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નર્યા. એટલે જ આરોગ્ય તંદુરસ્ત રાખવા આપણે ખોટી આદતો બદલી તમારી દિનચર્યામાં સારી બાબતો સામેલ કરો. સવારે ઉઠો ત્યારે ચા કે કોફી જેવા પીણાનું સેવન કરવાને બદલે સાદા પાણીનું સેવન કરવું. જ્યારે પણ પાણી પીઓ ત્યારે ખાસ ધ્યાન રાખો કે તમે એકીઘુંટે પાણીના પીવો એટલે કે એકસાથે વધુપાણી ના પીવો અને શક્ય બને ત્યાં સુધી બેસીને પાણીનું સેવન કરો. આજના સમયમાં દર પાંચમાંથી એક વ્યક્તિ ક્રોનિક બીમારીથી પીડિત છે. એટલે પોતાનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખવા આપણે ખાનપાનની આદતો સાથે પેશાબ બાદ પાણી પીવાની આદત બદલવા જેવા નાનો પ્રયાસ જરૂર કરવો જોઈએ.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.













