ભારત આજે પ્રગતિ કરી રહ્યું છે. પરંતુ વિકાસની સાથે ગંભીર રોગોનું પ્રમાણ પણ વધ્યું છે. આજે કેન્સર, હાર્ટએટેક અને થાઈરોઇડ જેવી બીમારીના દર્દીઓ વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં ટેલીવિઝન સ્ટાર દિપીક ક્કકરને લીવરનું કેન્સર સામે આવ્યા બાદ ફરી ગંભીર બીમારીઓને લઈને લોકો સભાન બન્યા છે. એકવાર ગંભીર બિમારીનું નિદાન થયા બાદ ડોકટરની સલાહ મુજબ સારવાર કરવામાં આવે છે.
સુપર ફૂડનું સેવન સ્વાસ્થ્યમાં લાભકારક
કેન્સર કે થાઈરોઇડ જેવી ગંભીર બીમારીમાં દવા સાથે સુપર ફૂડનું સેવન સ્વાસ્થ્ય સમસ્યામાં રાહત આપી શકે છે. કેન્સર કે થાઈરોઇડ જેવી ગંભીર બીમારીમાં દવા સાથે સુપર ફૂડનું સેવન સ્વાસ્થ્ય સમસ્યામાં રાહત આપી શકે છે. આ સુપરફૂડનું સેવન કરી થાઈરોઈડ ગ્રંથિની કામગીરીને મદદ મળે છે. ખાસ કરીને હાઈપોથાયરોઈડિઝમ એટલે કે થાઈરોઈડ હોર્મોન ઓછું થવું માટે આ સુપરફૂડ ઉપયોગી ખોરાક છે.
સુપરફૂડ્સ અને તેના લાભો:
અળસીના બીજ :અળસીના બીજમાં ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર છે અને તે હોર્મોન બેલેન્સ કરવા મદદરૂપ બને છે. અળસીનું સેવન કરવાથી બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં પણ મદદ મળે છે. એટલે આ સુપરફૂડનું સેવન થાઈરોઇડ બીમારીમાં રાહત આપે છે. અનેક લોકો ભોજન બાદ લેવાતા મુખવાસમાં અળસીનું સેવન કરતા હોય છે.
સરગવો : સરગવો કે જેને ડ્રમસ્ટ્રીક અને મોરિંગ કહે છે તેને આયુર્વેદમાં શ્રેષ્ઠ આહાર માનવામાં આવે છે. કારણ કે એવું કહેવાય છે કે સરગવાના સેવનથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે એટલે જે તેને સુપરફૂડનું પાવરહાઉસ પણ કહેવાય છે. સરગવો 300 બીમારીઓને દૂર કરે છે. આ સુપરફૂડનું સેવન કરવા સૂપ, શાક તેમજ તેનો જયુસ બનાવીને જુદી-જુદી રીતે ઉપયોગમાં લેવાય છે. આ સુપરફૂડનું સેવન કરવાથી ગ્રંથિઓ સક્રિય થવાથી થાઈરોઈડની ઇમ્યુન ફંક્શનમાં મદદરૂપ બને છે.
અશ્વગંધા : આર્યુવેદમાં અશ્વગંધાને જડીબુટ્ટી કહેવાય છે. પ્રાચીન સમયથી ગળા સંબંધિત સમસ્યામાં અશ્વગંધાનું સેવન કરવામાં આવે છે. ખાસ કરીને શરદી, કફ અને ઉધરસની સમસ્યામાં અશ્વગંધા અને મધનું ચૂર્ણ વધુ અસરકાર સાબિત થયું છે. એટલે જ થાઈરોઈડ ગ્રંથિને મેનેજ કરવામાં અશ્વગંધાનું ચૂર્ણ મદદરૂપ બને છે. અશ્વગંધા એડાપ્ટોજેન છે અને તે કોર્ટિસોલને બેલેન્સ કરે છે અને થાઈરોઈડ-એડ્રેનલ કનેકશનને સપોર્ટ કરે છે. જો કે જે લોકોને હાઈપોરથાયરોડિઝમની સમસ્યા હોય તેમણે આ સુપરફુડનું સેવન ના કરવું જોઈએ.
થાઇરોઇડ ગ્રંથિ
થાઇરોઇડ ગ્રંથિ છે આપણા શરીરમાં હોર્મોન્સને મુક્ત કરવાનું મહત્વપૂર્ણ કાર્ય કરે છે અને શરીરને જરૂરી અને ઉપયોગમાં લેવાતા ઓક્સિજનની માત્રામાં વધારો કરે છે. આ ઉપરાંત આ ગ્રંથિ આપણા કોષોને વધુ પ્રોટીન ઉત્પન્ન કરવા માટે પણ ઉત્તેજીત કરે છે. આ રીતે, થાઇરોઇડ આપણા શરીરના મોટાભાગના અવયવોના મેટાબોલિક રેટને નિયંત્રિત કરવા માટે મહત્વપૂર્ણ છે. અને એટલે થાઈરોઈડ બીમારીના દર્દીઓ માટે આ સમસ્યામાંથી રાહત મેળવવા આ સુપરફૂડ વધુ લાભકારક સાબિત થશે.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.













